મોબાઈલમાં લોકેશન બંધ રાખ્યુ હોય તો પણ ગૂગલ તમારી દરેક હિલચાલ પર નજર રાખે છે

August 14, 2018 at 12:00 pm


તમે ક્યાં જાઓ છો એ જાણવા ગૂગલ એટલું ઉત્સુક રહે છે કે તમે ના પાડો તો પણ તે તમારી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે છે. એસોસિયેટેડ પ્રેસ-એપી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવ્યું હતું કે તમારી ગુપ્તતાની જાળવણીની ખાતરી આપતી પ્રાઈવસી સેટિંગનો તમે ઉપયોગ કર્યો હોય તો પણ તમે ક્યાં છો તેની માહિતીનો ઍન્ડ્રોઈડ અને આઈફોન પરની અનેક ગૂગલ સેવા સંગ્રહ કરે છે.
એપીની વિનંતીને પગલે પ્રિન્સટનસ્થિત કમ્પ્યુટર સાયન્સના સંશોધકોએ તપાસના આ તારણોને સમર્થન આપ્યું હતું. તમે ક્યાં છો એ સ્થળની માહિતી માટે મોટાભાગે ગૂગલ પરવાનગી માગે છે. ગૂગલ મેપ જેવી ઍપ્નો તમે ઉપયોગ કરો તો તે પણ તમે ક્યા સ્થળે છો તેની માહિતી એકઠી કરવા માટે પરવાનગી લેવાનું યાદ કરાવે છે.
જો તમે ક્યા સ્થળે છો તેનું રેકોર્ડિંગ કરવાની સહમતી દશર્વિો તો અને ભવિષ્યમાં તમે ક્યારેક એ અંગેની જાણકારી માગો તો ગુગલ મેપ તમારી દૈનિક ગતિવિધિઓની હિસ્ટ્રી દશર્વિે છે. તમારી મિનિટે મિનિટની ગતિવિધિઓનું માહિતી સંગ્રહી રાખવી તમારી અંગતતા સામે જોખમ ઊભું કરી શકે છે અને શંકાસ્પદ લોકોને શોધી કાડવા પોલીસ તેનો ઉપયોગ કરી શકે છે.
જોકે ગૂગલનું કહેવું છે કે કોઇપણ સમયે તમે લોકેશન હિસ્ટ્રીને ટર્નઑફ કરી શકો છો અને ત્યાર બાદ તમે ક્યા સ્થળે જાઓ છો તેની માહિતીનો સંગ્રહ નથી થતો.

Comments

comments