મોરબીઃ કેરળના પૂરપીડિતોને આેમ વીવીઆઈએમ કોલેજનાં વિદ્યાર્થીઆેનું પોકેટમનીમાંથી ડોનેશન

August 22, 2018 at 11:39 am


કેરળમાં ભયંકર જળ હોનારતે તારાજી સજીર્્ છે અને લખો લોકો બેઘર બન્યા છે ત્યારે કેરળવાસીઆેની મદદ માટે દેશભરમાંથી દાનનો ધોધ વહી રહ્યાે છે તો મોરબીમાં સૌપ્રથમ પહેલ આેમ વીવીઆઇએમ કોલેજ દ્વારા કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઆેમેં પોકેટમનીની રકમમાંથી ઉદાર હાથે દાન આપ્યું હતું.

કેરળના પૂરપીડિતોની મદદ માટે આેમ વીવીઆઈએમ કોલેજના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવદીપસિંહ જેઠવા અને કોલેજના પ્રિિન્સપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશીયા દ્વારા અપીલ કરવામાં આવી હતી જેમાં આેમ વીવીઆઈએમ કોલેજના બી કોમ, બીબીએ, બીસીએ તેમજ એલએલબી, બીએ અને બીએડના વિદ્યાર્થીઆેએ પોતાની પોકેટમનીમાંથી રકમ બચાવીને પૂરપીડિતો માટે એકત્ર કરી હતી તેમજ સંસ્થાના અગ્રણીઆે સહિતનાઆેએ મળીને 21,000 ની રકમ એકત્ર કરી છે જે 21,000 નો ચેક આજે તંત્રને સાેંપવામાં આવ્યો હતો કોલેજના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, પ્રિિન્સપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહિતના અગ્રણીઆેએ જિલ્લા કલેકટર આર.જે. માકડીયા અને ડીડીઆે એસ.એમ. ખટાણાને મુખ્યમંત્રી રાહત ફંડ માટે ચેક અર્પણ કર્યો હતો તેમજ અન્ય લોકો પણ પૂર પીડિતોની મદદ માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે મોરબીની આેમ વીવીઆઇએમ કોલેજના વિદ્યાર્થીઆેએ પૂર પીડિતોની મદદ માટેની પહેલ કરીને અન્યને પ્રેરણા પુરી પાડી છે તેમજ આગામી દિવસોમાં અન્ય શૈક્ષણિક સંસ્થાઆે પણ પૂરપીડિતોની વ્હારે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Comments

comments

VOTING POLL