મોરબીના ખત્રીવાડના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

April 1, 2019 at 12:09 pm


મોરબીના દરબાર ગઢ નજીક આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી એલ.સી.બી. ટીમે દાનો જથ્થો ઝડપી પાડીને બે શખ્સોની ધરપકડ કરી હતી તો અન્ય એકનું નામ ખુલતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી. જાડેજાની સુચનાથી એલ.સી.બી. ટીમના યોગરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને મોરબીના ખત્રીવાડ શેરી –૨મા રહેતા રાજેશભાઈ મનહરલાલ ત્રિવેદીના રહેણાંક મકાનમાં વિદેશી દાનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા વિદેશી દાની બોટલ નંગ–૧૮૦ કીમત . ૫૪,૦૦૦ સાથે આરોપી રાજેશભાઈ મનહરલાલ ત્રિવેદી અને રવિભાઈ રાજેશભાઈ પરમાર રહે–પારેખ શેરી મોરબી વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આ દાનો જથ્થો આરોપી દીપક વિઠ્ઠલભાઈ રબારી રહે–ખોખાણી શેરી વાળાએ વેચાણ કરવાના ઈરાદે આપેલ હોવાનું ખુલતા તેના વિદ્ધ એલ.સી.બી ટીમે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments

comments