મોરબીના જેતપુર ગામે છરીની અણીએ પરિણીતા પર કોળી યુવાને દુષ્કર્મ આચર્યુ

August 29, 2018 at 12:01 pm


મોરબી તાલુકાના જેતપર ગામે આધેડ પરિણીતા પર યુવાન કોળી શખસે છરીની અણીએ દુષ્કર્મ આચરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભોગ બનનાર આધેડ મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નાેંધાવી છે. જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી નવાપરા જેતપર (મચ્છુ) નામની પરિણીતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ગઈકાલે બપોરે બે વાગ્યાના સમયે પોતાના ઘેર એકલી હતી અને સુતી હતી ત્યારે આરોપી લાલજી ધનજી આંબલિયા-કોળી ઉ.વ.25 રહે.જેતપર (મચ્છુ) નામનો યુવાન તેના ઘરમાં ઘુસી બળજબરીપૂર્વક તેણીનું બાવડું પકડી બિભત્સ ગાળો દઈ, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ઢસડીને બાજુના મકાનની આેરડીમાં લઈ જઈ પલંગ પર પટકાવી હતી, અને તેણીના કપડા કાઢી, બળજબરીપૂર્વક ફરિયાદીની મરજી વિરૂધ્ધ જાતિય પ્રવેશ કર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. તાલુકા પોલીસે આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યા સહિતનો ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL