મોરબીના નાની સિંચાઇ કૌભાંડ યોજનામાં રાજકોટની ખાનગી કંપનીના કર્મચારીની ધરપકડ

April 20, 2019 at 10:41 am


મોરબી જીલ્લામાં ખુબ ગાજેલા નાની સિંચાઈ કોભાંડમાં અગાઉ નિવૃત ઈજનેર, હળવદના ધારાસભ્ય સહિતનાઓની ધરપકડ થયા બાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે દરમિયાન મોરબી ડીવાયએસપી ટીમ દ્રારા રાજકોટની ખાનગી કંપનીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે જે આરોપી દ્રારા બોગસ બીલો બનાવાયા હોવાની માહિતી સુત્રોમાંથી મળી રહી છે.
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજના માટે ૨૦ કરોડથી વધુના કામો કરવાના હોય અને સિંચાઈ યોજનાના પિયા કામ કર્યા વિના ચાઉં કરી જવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય જે મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધાયા બાદ પોલીસે જીલ્લા પંચાયતના નિવૃત ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સી.ડી.કાનાણી, કોન્ટ્રકટર ચૈતન્ય પંડા, વેગડવાવ મંડળીના હોદેદાર ભરતભાઈ સવજીભાઈ રાઠોડ અને ગણપત ઉર્ફે ગણેશભાઈ મોહનભાઈ રાઠોડ અને છેલ્લે હળવદ ધ્રાંગધ્રાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયા, વકીલ ભરતભાઈ ગણેશીયની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ આરોપીઓના જામીન મંજુર થયા છે અને બીજી તરફ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ત્યારે સિંચાઈ કોભાંડની સઘન તપાસ દરમિયાન પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે રાજકોટના નાનામવા રોડ ઉપર આવેલ સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી શેરી નંબર –૪ માં રહેતા નિવૃત રામજીભાઈ કાનજીભાઈ વાદી જાતે પટેલ (ઉ.૬૨) ની પોલીસે ધરપકડ કરી છે. આરોપી રામજીભાઈ કાનજીભાઈ વાદી સસ્ટેનેબલ કંપનીની સાથે કામ કરતો હતો અને જે બોગસ બીલ બનાવીને સરકારી તિજોરીમાંથી નાણાને ઉપાડી લેવામાં આવ્યા છે તેમાં બીલની સાથે જે તે સ્થળ ઉપર કરવામાં આવેલ કામગીરીના જે નકશા રજુ કરવામાં આવ્યા હતા તે નકશા રામજીભાઈ કાનજીભાઈએ હોવાથી ધરપકડ કરવામાં આવી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે આરોપીને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

Comments

comments

VOTING POLL