મોરબીના પીપળિયા ચાર રસ્તા નજીક કારખાનામાં ભીષણ આગ

April 20, 2019 at 10:43 am


મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલી ફેકટરીના બોઈલરમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જયારે સાંજના સુમારે રંગપર બેલા નજીક કાર સળગી જતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ બોસ રીકલેમ રબર નામના કારખાનાના બોઈલર વિભાગમાં આગ લાગી હતી જેને પગલે મોરબી ફાયર ટીમનો ડી ડી જાડેજા, વિનય ભટ્ટ, ઉત્પલ બારોલ અને પીન્ટુ નગવાડીયા સહિતની ટીમે સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો અને એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો સદનસીબે બનાવમાં કોઈને ઈજા પહોંચી નથી.
જયારે બીજા બનાવમાં મોરબીના રંગપર બેલા નજીકથી પસાર થતી એક કારમાં આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે કાર બળીને ખાખ થઇ હતી સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી જેથી ફાયરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો

Comments

comments