મોરબીના લીલાપરની સીમમાં ધિંગાણુંઃ ત્રણની કરપીણ હત્યા

August 13, 2018 at 11:48 am


મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં ગઈકાલની મધરાતે સતવારા અને મુિસ્લમ જુથ વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં મુિસ્લમ પિતા-પુત્ર સહિત ત્રણની લોથ ઢળી જવા પામી હતી. બનાવને પગલે એસપી કરણરાજ વાઘેલા સહિતના પોલીસ અધિકારીઆે સ્થળ પર દોડી ગયા હતાં. પોલીસે નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં જ બાર આરોપીઆેને ઝડપી લીધા હતાં.

મોરબી તાલુકાના લીલાપર રોડ પર આવેલી બોરીયા પાટી વાડીમાં ગત મધરાત્રે સતવારા અને મુિસ્લમોના જુથ વચ્ચે છરી, પાઈપ સહિતના ઘાતક હથિયારો સાથે સશસ્ત્ર અથડામણ થઈ હતી જેમાં દીલાવરખાન પઠાણ ઉવ.55, મોમીન દીલાવરખાન પઠાણ ઉવ.30 તથા અફઝલ અકબર પઠાણ ઉવ.22ની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી તો સામાપક્ષે ધનજી મનસુખ ડાભી અને સંજય નારણ ડાભીને ઈજાઆે થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે મોરબી તાલુકા પોલીસમાં વસીમ મહેમુબ પઠાણ (રહે.મોરબી મકરાણીવાસ)એ ભરત નારણ ડાભી, જેન્તી નારણ ડાભી, અશ્વિન જીવરાજ ડાભી, ભરત જીવરાજ ડાભી, ધનજી મનસુખ ડાભી, કાનજી મનસુખ ડાભી, શિવા રામજી ડાભી, મનસુખ રામજી ડાભી, જીવરાજ રામજી ડાભી, પ્રવિણ શિવા ડાભી, કિશોર શિવા ડાભી તથા સંજય નારણ ડાભી સામે ફરિયાદ નાેંધાવતા પોલીસે આઈપીસી 302, રાયોટીગ સહિતની કલમો હેઠળ ગુનો નાેંધ્યો હતો.

બનાવને પગલે મોરબી એસપી કરણરાજ વાઘેલા, તાલુકા પોલીસ મથકના પીઆઈ ગોહીલ સહિતના અધિકારીઆે ઘટના સ્થળે દોડી ગયા હતાં. પોલીસે બનાવની ગંભીરતા સમજીને ચોમેર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં જ બાર આરોપીઆેને ઝડપી લીધા હતાં.

બીજી બાજુ ત્રણેય મૃતકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં જ્યાં મુિસ્લમ સમાજના ટોળાં ઉમટતા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો તો બીજી બાજુ બન્ને પક્ષો જે ગામના છે તે વજેપર ગામમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

હત્યા પાછળ લાંબા સમયથી ચાલતો જમીનનો ડખ્ખો કારણભૂતમુિસ્લમ પિતા-પુત્ર સહિત ત્રણની હત્યા પાછળ લાંબા સમયથી ચાલ્યો આવતો જમીનનો ડખ્ખો કારણભૂત હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. લીલાપર ગામે આવેલી આ જમીનના પ્રñે કોર્ટમાં કેસપણ લાંબા સમયથી ચાલતો હતો. અગાઉ પણ બન્ને પક્ષો વચ્ચે આ મુદ્દે નાનીમોટી ચકમક ઝરી હતી. જેણે ગઈકાલે ઉગ્રરૂપ ધારણ કરતાં થયેલી સશસ્ત્ર અથડામણમાં ત્રણની લોથ ઢળી જવા પામી હતી.

સિવિલમાં મુિસ્લમ સમાજના ધરણાંઃ લાશ સ્વીકારવા ઈનકાર ત્રણેય મૃતકોના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા મોટી સંખ્યામાં મુિસ્લમ સમાજના લોકો ત્યાં ઘસી આવ્éા હતાં અને ધરણાં પર બેસી ગયા હતાં. મુિસ્લમ અગ્રણીઆેએ લાશ સ્વીકારવાનો ઈનકાર કરી આરોપીઆેની જાહેરમાં સરભરા કરવાની માંગણી કરી હતી.

Comments

comments