મોરબીના 9 કિલો ગાંજા મામલે રાજકોટની મહિલા પોલીસ સકંજામાં

August 22, 2018 at 4:23 pm


મોરબી એસઆેજી ટીમે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્શોને ઝડપી લઈને સાડા નવ કિલો ગાંજો અને રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તા. 21 સુધીના પોલીસ રિમાન્ડ પર સાેંપ્યા સોપવામાં આવ્યા હતા જેમાં પેહલા એક પુરષ ની તેમજ આજે રાજકોટની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પરના રામચોક ખાતે વોચ ગોઠવી એસઆેજી ટીમે રીક્ષા નં જીજે 03 એયુ 680 પસાર થતા તેણે આંતરી ચેક કરતા રીક્ષામાંથી 9 કિલો 568 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા એસઆેજી ટીમે આરોપી હાજી ગનીભાઈ ભટ્ટી અને હિતેશ પીતાંબર મારવાડી એમ બે ઇસમોને દબોચી લીધા હતા તેમજ ગાંજાનો જથ્થોની કિંમત 57407, બે મોબાઈલ કિંમત રુપિયા 1000 હજાર, રીક્ષા કિંમત રુપિયા 25000 અને રોકડ રુપિયા 260 આમ કુલ મળી 83,668 નો મુદમાલ જપ્ત કર્યો છે અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો નાેંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો જેની વધુ તપાસ એ-ડીવીઝન ના પી.આઈ. આર.જે.ચૌધરી , મહેન્દ્રસિંહ ઝાલા અને ફતેસિંહ ચલાવી રહ્યા છે ઝડપાયેલા બંને આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંને આરોપીને તા. 21 ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર સાેંપવામાં આવ્યા હતા તો આ પ્રકરણમાં પોલીસે એક આરોપી મહમદ બચુ ગાલમ નામના શખ્શને ગાંધી ચોક પાસેથી ઝડપ્યો હતો તો રિમાન્ડ પુરા થતા અને આ જથ્થો રાજકોટ થી એક મહિલા આપી હોવાની કેફિયત આરોપી આપી હતી જેથી પોલીસે રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રેøતી રસીદાબેન ઉર્ફે રોશનબેન અમીનભાઈ સંધી જે મોરબી લીલાપર રોડ પર તેના ભાઈ ઘરે આવની માહિતી મળતા તેની અટક કરી અને તેને રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરશે આ જથ્થો તેની પાસેથી ક્યાંથી આવ્યાેં અને કેટલા સમયથી આ જથ્થો વેચાણ કરતી અને કોને કોને વેચાણ કરતી તેની વધુ તપાસ પોલીસ ચાલવી રહી છે.

Comments

comments

VOTING POLL