મોરબીની સિવિલ હોસ્પિટલમાં હડકવાના ઈન્જેકશન ખલાસઃ દર્દીઆે પરેશાન

September 10, 2018 at 12:22 pm


Spread the love

મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી હડકવાના ઇન્જેક્શન ન હોવાથી દર્દીઆેને હાલાકી પડી રહી છે. ઉપરાંત અહીના તબીબો દર્દીઆેને ખાનગી હોસ્પિટલમાં રીફર કરતા હોવાની રાવ પણ ઉઠી છે. આ સહિતની અસુવિધા મુદે દદ}આેને થતી હેરાનગતિ અંગે સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.
મોરબીની સિવિલ હોસ્પિટલના વિવિધ પ્રશ્નો માટે લડત ચલાવી રહેલા મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે અને જગદીશભાઈ બાંભણીયાએ કલેક્ટરને રજુઆત કરી હતી કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 માસથી હડકવાના ઇન્જેક્શનો નથી. આથી હડકવાના દર્દીઆેને ભારે હાલાકી પડી રહી છે. હોસ્પિટલના તબીબો દદ}આેને રાજકોટ હોસ્પિટલમાં કે ખાનગી હોસ્પિટલમાં રીફર થવાનું કહે છે. જેથી દર્દીઆેને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.
સિવિલ હોસ્પિટલમાં અન્ય ઘણી અસુવિધાઆેથી દર્દીઆે પ્રભાવિત છે. જેમાં લેડી ડોક્ટરની જગ્યા ખાલી છે. આથી મોરબીના પાંચ તાલુકાઆેમાંથી આવતી ગરીબ મહિલાદર્દીઆેને ભારે હાલાકી પડી રહી છે. જો કે આ હોસ્પિટલમાં અગત્યના ઇસીઝી મશીન છે પરંતુ તે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જેથી આ મશીન યોગ્ય રીતે કામ કરતા નથી. જયારે સિવિલ હોસ્પિટલમાં દારુડિયાઆેનો પણ ભારે ત્રાસ છે. જે તમામ પ્રશ્ને જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે