મોરબીની ૧૬ સિરામિક ફેકટરી સામે ૧૭.૭૬ ની ટેકસચોરીની પોલીસ ફરિયાદ

April 1, 2019 at 12:09 pm


મોરબીની ૧૬ સિરામિક ફેકટરી દ્રારા રાય સરકારને વેરો ના ભરીને કુલ વેરની રકમ ૧૭.૭૬ કરોડની છેતરપીંડી કરવામાં આવી હોય અને સરકારને વચન આપી વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતં રચ્યાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે
રાજકોટના વેરા કમિશ્નર વિનોદ મકવાણાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી રાજન ટાઈલ્સ, લેરીકસ સિરામિક, ઓમકાર સિરામિક, વિનસેત સિરામિક હેસ્ટન સિરામિક, ડેલફાઈન સિરામિક, લેવોર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોલ્ગાસ સિરામિક, કલાસીસ સિરામિક, કુમકુમ સિરામિક, સેલોની સિરામિક, સેમ્સ સિરામિક, ક્રિષ્ના સિરામિક, કેરોન સિરામિક, મોસ્કો સિરામિક કંપનીના માલિકો વિદ્ધ ફરિયાદ નોંધાવી છે
જે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ સિરામિક એકમના માલિકોએ સરકારનો વેરો નહિ ભરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવત રચી ખોટી વેપારી પેઢી બનાવી ખોટી પેઢીના નામનું ઈમેલ આઈડી બનાવી તેમજ ડોકયુમેન્ટ અને ફોટોગ્રાફ અપલોડ કરીને ફરિયાદીની ઓફીસ ખાતેથી જીએસટી નંબર મેળવી તેના આધારે કુલ ૩૮૫૨ બીલ જનરેટ કરી તેમજ સાહેદ બી પી ત્રિવેદીએ કરેલ પ્રાથમિક તપાસમાં આરોપીએ ડોકયુમેન્ટના પુરાવા કોઈ વ્યકિતએ યેનકેન પ્રકારે મેળવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ અન્ય આરોપીઓની તપાસ કરતા નહિ મળી આવતા તમામ આરોપીઓએ અથાણું કરોડ ત્રણ લાખ સીતાવીસ હજાર ચારસો બેતાલીસની એસ એસ્સ વેલ્યુના ઈ વે બીલ જનરેટ કરી જીએસટી . ૭૧,૨૬,૩૪૭ તથા એસજીએસટી ૭૧,૭૬,૩૪૮ તેમજ યુજીએસટી ૧૬,૩૩,૫૭,૮૭૧ મળી કુલ વેરો ૧૭,૭૬,૬૦,૫૫૬ સરકારમાં નહિ ભરી સરકારને વચન આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે

Comments

comments

VOTING POLL