મોરબીને આંગણે બી.એ.પી.એસ.ના પરમાધ્યક્ષ મહંતસ્વામી મહારાજ કાલે પ્રથમવાર પધારશે

June 10, 2019 at 11:31 am


બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાિત્મક અનુગામી મહંતસ્વામી મહારાજ મચ્છુના તટે આવેલ મોરબીની ધરાનેપધારીને પાવન કરવાના છે. તેઆેના આગમન નિમિત્તે આવતીકાલે 11 જૂન મંગળવાર સાંજે ભવ્યાતિભવ્ય સ્વાગતસામૈયું યોજવામાં આવશે. તારીખ 11 જૂન મંગળવારથી 17 જૂન સોમવાર સુધી કુલ 7 દિવસ મોરબીમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શનો અને પારાયણો યોજવામાં આવશે. રાજકોટનું શિરમોર સમું કાલાવડ રોડ પર શોભતું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર જે ગુલાબી પથ્થરથી બનેલું છે, તેવું જ ગુલાબી પથ્થરનું નયનરમ્ય અને હૃદયગમ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મોરબી શહેરમાં પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય આત્મીયતાથી આકાર લેવા જઈ રહ્યું છે જેનો શિલાન્યાસ વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પુનિત ઉપસ્થિતિમાં 12 જૂને યોજાશે.
મોરબીમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની પદરજથી પરમશાંતિની જ્યોત જગાવી હતી. પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજે પધરામણીઆે કરીને અને યોગીજી મહારાજે પારાયણો કરીને સત્સંગ મંડળનો મંગલ પ્રારંભ કર્યો હતો. આ મોરબીમાં પ્રમુખસ્વામી મહારાજે મચ્છુ દુર્ઘટના બાદ રેલરાહત કરી સેવાયજ્ઞ, પ્રગટાવ્યો હતોઅને જ્યાં મહંતસ્વામી મહારાજે આબાલવૃÙ સાથે આત્મીયતા સાધીને ભિક્તની ભરતી ચઢાવી છે. વિશેષ તો કલા, કૌશલ્ય અને કર્મઠતાથી ઉદ્યાેગક્ષેત્રે વિશ્વફલકે ચમકતાં આ શહેરે અનુભૂતિ કરી છે, બી.એ.પી.એસ.ના સંયમ, સદાચાર અને સંસ્કૃતિથી શોભતા માનવ શિલ્પોની, મચ્છુ તટે ઉછરેલી આ મયુરપૂરી ધન્યભાગી બની છે. બી.એ.પી.એસ. દ્વારા થતાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારલક્ષી સેવાકાર્યોથી. એટલા માટે જ મોરબી પંથકના લાખો મુમુક્ષુઆેની સુખાકારી માટે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા મોરબીના આંગણે નુતન શિખરબÙ મંદિરના નિમાર્ણનો પ્રારંભ થઈ રહ્યાે છે. મોરબીના મુગટમણી બની રહેનારા આ મંદિરમાં સનાતન ધર્મના વૈદિક સ્વરુપો બિરાજશે, પરંપરાગત ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાથી અલંકૃત બની રહેનારા આ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ મંદિરના પ્રેરણામૂતિર્ પ્રગટ બ્રûસ્વરુપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા સંતો, મહાનુભાવો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં વિ. સં. 2075, જેઠ સુદ દશમના પવિત્ર દિને સંપન્ન થશે.
મહંતસ્વામી મહારાજના રોકાણ દરમ્યાન મોરબીના આંગણે યોજાનાર ભવ્ય આધ્યાિત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા તેમજ શિલાન્યાસ મહોત્સવના ઐતિહાસિક અવસરનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા બી.એ.પી.એસ. સત્સંગ મંડળ મોરબી વતી બ્રûતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, હરિસ્મરણ સ્વામી, પૂજ્ય મંગલપ્રકાશ સ્વામી સહિત સૌ સંતોએ મોરબીવાસીઆેને અનુરોધ કર્યો છે.

Comments

comments

VOTING POLL