મોરબીમાં ક્રેડિટકાર્ડ ધારકને રિવોર્ડ પોઇન્ટની લાલચ આપી 1.72 લાખ ઉપાડી લીધા

April 17, 2019 at 11:57 am


ઓનલાઈન ફ્રોડ અને એટીએમ ફ્રોડ કરનારા ભેજાબાજો ગમે તેમ કરીને ગ્રાહકોને લૂંટી લેતા હોય છે વિવિધ બહાના બનાવી ગઠિયાઓ કલા કરી જતા હોય છે આવો જ ફ્રોડનો વધુ એક કિસ્સો મોરબીમાં બન્યો છે જેમાં ક્રેડીટકાર્ડ ધારક મહિલાને રીવોર્ડ પોઈન્ટની લાલચ આપી ક્રેડીટ કાર્ડને લગતા ડેટા મેળવીને ગઠિયાઓએ 1.72 લાખની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના દરબાર ગઢ પાસેની નાની માધાણી શેરીના રહેવાસી અને પ્રાઈવેટ કંપ્નીમાં નોકરી કરતા મેઘાબેન રાજેશભાઈ મણિયાર (ઉ.વ.27) નામની મહિલા છેતરપીંડીનો ભોગ બની છે જે મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે એસબીઆઈ બેંકની ગ્રીન ચોક શાખામાં એકાઉન્ટ ધરાવતા હોય અને ક્રેડીટકાર્ડ ધારક હોય જેની કોઈપણ રીતે માહિતી મેળવીને આરોપી રાહુલ શમર્િ મો 96545 34425 તેમજ રાહુલ જૈન અને નીખીલ ભારદ્વાજ રહે ત્રણેય દિલ્હી વાળાએ ફરિયાદીને ફોન કરી રીવોર્ડ પોઈન્ટ મળવાની લાલચ આપી પોતે એસબીઆઈના કર્મચારી હોવાનો વિશ્વાસ કેળવી ફરિયાદી મહિલાને તબશાફુબફભસ.ભજ્ઞળની વેબ સાઈટ પર ક્રેડીટકાર્ડ લગતા ડેટા અપલોડ કરાવી બેંક એકાઉન્ટમાંથી કોમ્પ્યુટર ઈન્ટરનેટના માધ્યમથી તેના એકાઉન્ટમાંથી 1,72,500 શિવમ સોનીના નામે ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે આઈટી એક્ટ મુજબ આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments

comments