મોરબીમાં જીમખાનાની આડમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ 33 શખસોને ઝડપી લેવાયા

September 11, 2018 at 11:54 am


મોરબી જીલ્લામાં શ્રાવણ માસ પૂર્ણ થઇ ગયા બાદ હજુ પણ જુગારના હાટડાઆે ધમધમી રહ્યા છે જેમાં મોરબી ટંકારા હાઈવે પાર જીમખાનાની આડમાં ચાલતા જુગારધામ પર દરોડો કરીને એલસીબી તેમજ ટંકારા પોલીસની ટીમે 33 શખ્શોને ઝડપી 21.35 લાખની મત્તા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી વ્યાસની ટીમ તેમજ ટંકારા પીએસઆઈ એમ.ડી. ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે મોરબી રાજકોટ હાઈવે પર અનાસ હોટલમાં જીમખાનાની આડમાં જુગારનો અખાડો ચાલતો હોય જે બાતમીને પગલે એલસીબી અને ટંકારા પોલીસે સંયુક્ત કાર્યવાહી કારી દરોડો કર્યો હતો.

Comments

comments

VOTING POLL