મોરબીમાં પંચાસર રોડ પર ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં પ્રૌઢનું મોત

May 25, 2019 at 11:07 am


મોરબીના પંચાસર રોડ પર ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.
બનાવ અંગેની વિગત મુજબ મોરબીના સામાકાંઠે પાવનપાર્કમાં રહેતા કિશોરભાઈ બચુભાઈ પાંચાણી (ઉ.વ.પપ) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે ૧ વાગ્યે પોતાનું બાઈક લઈ જતાં હતા ત્યારે પંચાસર રોડ પર ગીતા ઓઈલ મિલ પાસે પહોંચતા પૂરપાટ ઝડપે આવતા ટ્રેકટરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા કિશોરભાઈને શરીરે ગંભીર ઈજા થતાં પ્રથમ સારવાર મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતાં પ્રૌઢનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસે મોરબી પોલીસને જાણ કરતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
વાંકાનેરમાં મારામારી
વાંકાનેરના એક ગામમાં રહેતા પિયુષ દેવાભાઈ નંદાણિયા (ઉ.વ.૨૭), અનુબેન ધીરૂભાઈ દેળવાડિયા (ઉ.વ.૩૫) તથા રાયધન રાજા ડાભી (ઉ.વ.૨૫) નામના ત્રણેય ગઈકાલે રાત્રીના નવ વાગ્યે ગામમાં હતા ત્યારે મારામારી સર્જાતા ત્રણેયને ઈજા થતાં સારવારમાં રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
રંગપર નજીક ફેકટરીમાં ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મોત
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ વેલોસ સિરામિક નામની ફેકટરીમાં મજુરી કરતો યુવાન લાલજીભાઈ ઉકાભાઈ મકવાણા ઉ.વ.૨૨ ગઈકાલે લેબર કવાર્ટરના ત્રીજા માળેથી પોતાના રૂમ પરથી નીચે પટકાતા તેનું મોત નીપજયું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments

comments