મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં સાસરિયાઓ સામે ગુનો નોંધાયો

April 15, 2019 at 11:31 am


મોરબીના રવાપર રોડ પરના એપાર્ટમેન્ટના સાતમાં માળેથી કુદી પરિણીતાએ આપઘાત કરી લીધાના બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ પોલીસમાં પતિ સહિતના ચાર સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર–ઘુનડા રોડ પરના સમર્પણ એપાર્ટમેન્ટના રહેવાસી દિપાલીબેન તુષારભાઈ કોટડીયા (ઉ.વ.૨૬) નામની પરિણીતા એપાર્ટમેન્ટના સાતમાં માળેથી નીચે પટકાતા તેનું કણ મોત નીપયું હતું જે બનાવ આપઘાતનો હોય અને મૃતક દીપલીબેનના પિતા પ્રવીણ લમીરામ પટેલ રહે જુનાગઢ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પતિ તુષાર જમણ પટેલ, સાસુ લાભુ પટેલ, સસરા જમન પટેલ રહે જુનાગઢ અને નણદં હેતલબેન રહે વંથલી વાળાએ દિપાલીને ખોટા બહાના કાઢી ત્રાસ આપ્યો હોય અને મૃતક દીપલીબેને છૂટાછેડા લેવા હોય પણ પિયાની માંગણી કરી છૂટાછેડા ના આપતા હોય અને પરિણીતાન મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે સાસરિયાઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments

comments

VOTING POLL