મોરબી એલસીબી ટીમે બે માથાભારે શખસોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

April 20, 2019 at 11:04 am


લોકસભા ચુંટણી નજીક છે ત્યારે ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને માથાભારે ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં એલસીબી ટીમે બે માથાભારે ઇસમોને જેલહવાલે કયર્િ છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની એલસીબી ટીમે લોકસભા ચુંટણી 2019 અન્વયે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલા પાસા વોરંટ બજવણી અંતર્ગત નવસાદ હુશેનભાઈ વઘાડીયા સિપાઈ રહે મોરબી મકરાણીવાસ વાળાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત અને જાવેદ અખ્તર બલોચ મકરાણી રહે મોરબી મકરાણી વાસ વાળાને મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા તજવીજ હાથ ધરી છે.

Comments

comments