મોરબી એસઓજી ટીમે લૂંટના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

February 6, 2018 at 11:45 am


જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ તરફથી મળેલી સૂચના મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા અને મોરબી એસ.ઓ.જી.પી.આઈ. એસ.એન.સાટી ના માર્ગદર્શન હેઠળ મોરબી ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન ફારૂકભાઇ પટેલ તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયાને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી વીશીપરામાંથી ટંકારા પોલીસ સ્ટેશન વર્ષ 2015 થી લૂંટના ગુનામાં નાસ્તા ફરતો આરોપી સલમાન ઇકબાલભાઇ જુસબભાઇ મોવર જાતે મિયાણા ઉવ.ર0 ધંધો છુટક મજુરી રહે.ખન્ના માર્કેટ,ગાંધીધામ જી.કચ્છવાળાને ધરપકડ કરી ને ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. આ કામગીરી મોરબી એસ.ઓ.જી.ટીમના અનિલભાઇ ભટ્ટ ,શંકરભાઇ ડોડીયા તથા જયપાલસિંહ ઝાલા , કિશોરભાઇ મકવાણા , પ્રવિણસિંહ ઝાલા , મયુરધ્વજસિંહ જાડેજા , નરેન્દ્રસિંહ જાડેજા , ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયા સહિતનો સ્ટાફ સામેલ હતો

Comments

comments

VOTING POLL