મોરબી જિલ્લાના રેલવે સ્ટેશનના અને ટ્રેનના પડતર પ્રશ્ર્નો ઉકેલવાની માગ

September 6, 2018 at 11:46 am


મોરબી જીલ્લો ઔધોગિક રીતે સંપન્ન હોય જેને રેલ્વે તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવતો હોય, જીલ્લાના રેલ્વે સ્ટેશન અને ટ્રેનોના પડતર પ્રશ્નોની રજુઆતો છતાં કોઈ ઉકેલ ના આવતો હોય આ મામલે સામાજિક કાર્યકરે રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણાએ વેસ્ટર્ન રેલ્વે મુંબઈના જનરલ મેનેજરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લાને રેલ્વે બાબતે અન્યાય થઇ રહ્યો છે મોરબીના વિવિધ રેલ્વે પ્રશ્નો જેવા કે મોરબી 2 નજરબાગ રેલ્વે સ્ટેશનના પ્રશ્નોમાં પ્લેટફોર્મ બ્રોડગેઈઝ પેસેન્જર ટ્રેન લેવલનું પ્લેટફોર્મ ઊંચું કરવું, મોરબીના ટ્રેનોના પ્રશ્નો જેવા કે ગાંધીધામ કામખીયા ટ્રેન વીકલી છે તે ડેઈલી કરવી, ગાંધીધામ બાંદ્રા આ ટ્રેન વીકલી છે જે ડેઈલી કરવી, રાજકોટ મોરબી ડેમુ ટ્રેન ટાઈમમમાં ફેરફાર કરવા અને નવો રેન્ક આપવા, મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન બે ટ્રીપ વધારવા અને ડેમુ ટ્રેન ત્રણ ડબાની છે તો છ ડબા આપવા, મોરબીને લાંબા અંતરની ડેઈલી ટ્રેન આપવી અને કચ્છની લાંબા અંતરની ટ્રેનો મોરબી ડાયવર્ટ કવાની માંગ કરી છે તે ઉપરાંત મોરબી શહેરના મોરબી 31 નંબરની ફાટક, નવલખી ફાટક, રફાળેશ્વર ફાટક, બાયપાસ નવલખી ચોકડી, સહિતના સ્થળે ઓવર બ્રીજ અથવા અન્ડરબ્રીજ માંગણી કરવામાં આવી છે.

Comments

comments