મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાન શરૂ

August 16, 2018 at 11:54 am


ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ગઈકાલથી સદસ્વતા વૃધ્ધિનો ઘણી અભિયાન-2018નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન પક્ષના આદેશ મુજબ દરેક જિલ્લા કક્ષાએ ગઈકાલે સાંજના 4 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યાનું અને આ અભિયાન 21મી આેગસ્ટ-18 ચાલશે. પાર્ટી દ્વારા પ્રાથમિક સદસ્યતા મેળવવા 18002661001 નંબર પણ જાહેર કરાયો હતો.

રાજ્ય સરકારની લોક કલ્યાણ માટેની યોજનાઆે જન-જન સુધક્ષ પહાેંચાડી શકાય તે માટે મોરબી જિલ્લા ઈન્ચાર્જ તરીકે નાગજીભાઈ બાવરવા અને સહ ઈન્ચાર્જ તરીકે પ્રÛુમનભાઈ (પ્રદિપભાઈ) પટેલ અને વિપુલભાઈ સંતોકીને જવાબદારી સાેંપાઈ છે. શહેર ઈન્ચાર્જ તરીકે નીતિનભાઈ સેતા જવાબદારી સંભાળશે.

આ તકે માર્ગદર્શન પુરૂ પાડવા મોરબી સંગઠન પ્રભારી મેઘજીભાઈ કણજારિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, મહામંત્રી જયોતિસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, ગ્રામ્ય પ્રમુખ અરવિંદભાઈ વાંરાદળિયા, પૂર્વ પછાત વિકાસ નિગમના ચેરમેન પ્રદિપભાઈ લોખિલ, હસુભાઈ પંડયા, રિશિપભાઈ કૈલા, મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, પરેશભાઈ કચોરિયા, જયવંતસિંહ જાડેજા, ધનરાજસિંહ જાડેજા, ભરતભાઈ જારિયા, ચેતનભાઈ એરવાડિયા સહિતના અગ્રણીઆે ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL