મોરબી-થાન ખાતે ધામિર્ક કાર્યક્રમો યોજાયા

August 29, 2018 at 11:46 am


Spread the love

મોરબીના રામધન આશ્રમ ખાતે પૂ.ભાવેશ્વરીબેન, રતનબેનના સાંનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પૂનમના દિવસે શિવપૂજા, રામધૂન અને ભંડારાના આયોજનો કરવામાં આવ્યા હતા. શ્રધ્ધાભેર સેવકો-ભકતોએ ભાગ લીધો હતો. આ તકે વવાણિયા રામબાઈની જગ્યાના મહંત પૂ.જગનદાસબાપુ, મુકેશભગત, દિલીપ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.