મોરબી નગરપાલિકાના પાંચ કાેંગ્રેસી સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ તેડું

January 19, 2019 at 11:58 am


મોરબી નગરપાલિકાની ચુંટણી પૂર્ણ થયાને ત્રણ વર્ષ વીતી ચુક્યા છતાં સ્થિર શાસન જોવા મળ્યું નથી અને પક્ષ પલટો વારંવાર થતા વિકાસ ટલ્લે ચડéાે છે ત્યારે તાજેતરમાં સંપન્ન થયેલ પેટા ચુંટણી બાદ ફરીથી સત્તા પલટાના પવન વચ્ચે કાેંગ્રેસના પાંચ સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ તેડું આવ્યું છે . મોરબી નગરપાલિકાની ચુંટણીમાં કાેંગ્રેસ 52 માંથી 32 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં પણ બાગી 12 સદસ્યોએ વિકાસ સમિતિ રચીને કાેંગ્રેસની જીતને હારમાં ફેરવી હતી અને ભાજપના ટેકાથી શાસન કબજે કર્યું હતું જોકે બાદમાં કાેંગ્રેસ અને ભાજપ અને બાદમાં ફરીથી કાેંગ્રેસની સત્તા મળી છે તો પક્ષાંતર ધારા હેઠળ સાત સદસ્યો ગેરલાયક થતા બગાવત કરનાર 12 પૈકી પાંચ સદસ્યો સામે કોઈ કાર્યવાહી થઇ ના હતી અને પેટા ચુંટણી બાદ બંને પક્ષ 26-26 બેઠકો પર આવી જતા બહુમતી અને જાદુઈ આંક માટે એક સદસ્યની જરુરત હોય જેથી રાજકારણ ગરમાયું હતું
તો અગાઉ 12 માંથી સાત સદસ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા તો કાેંગ્રેસના પાંચ સદસ્યો સામે કોઈ કાર્યવાહી થઇ ના હોય જેથી ભાજપના કાઉન્સીલર પ્રભુભાઈ ભૂત દ્વારા કાેંગ્રેસના કાઉન્સીલર અરુણાબા જાડેજા, ભાવિનભાઈ ઘેલાણી, ગૌરીબેન દશાડીયા, જયશ્રીબેન પરમાર અને અરજણભાઈ કણઝારીયા સામે ગુજરાત પક્ષાંતર 1986 ની કલમ 3 હેઠળ અરજી કરવામાં આવી હતી જે અંતર્ગત ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી દ્વારા તમામ સદસ્યોને તા. 24 ના રોજ બપોરે 12 ઃ 30 કલાકે બંધીનગર કચેરી ખાતે હાજર રહેવા તેડું આવ્યું છે અને સદસ્યો હાજર ના રહે તો પક્ષાંતર ધરાની જોગવાઈ અનુસાર કોઈ રજૂઆત કરવી નથી તેમ માનીને એક તરફી કાર્યવાહી કરવામાં આવશે જેની નાેંધ લેવા તાકીદ કરી છે .

Comments

comments

VOTING POLL