મોરબી નજીક કેરોસીનું ટેન્કર ખાડામાં ખાબકયા બાદ અધ્ધરતાલ
મોરબી રાજકોટ હાઇવે પરથી પસાર થતા કેરોસીન ભરેલા ટેન્કરના ચાલકે સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવી દેતા કેરોસીન ટેન્કર પલટી જવા પામ્યું હતું. જોકે હાલ હાઇવે પર કામ ચાલી રહ્યું હોય જેથી સામાનની આેથે ટેન્કર લટકી ગયું હતું.
બનાવની મળતી વિગત મુજબ રાજકોટ મોરબી હાઇવે પર સાંજના સમયે રાજકોટ થી કેરોસીન ભરીને આવતું જીજે 03 એટી 3425 નંબરનું ટેન્કર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડથી નીચે ઉતરી ગયું હતું જોકે હાઈવે નિમાર્ણ માટેનો સામાન પડéાે હોય જેની આેથે ટેન્કર લટકતું રહી ગયું હતું.
બનાવને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા પરંતુ ડ્રાઈવર ટ્રકની અંદર જ બેઠો હતો કે કોઈ કારણસર નીચે ન ઊતર્યો હતો જેથી એકત્ર થયેલા લોકોએ તેને સમજાવી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અડધી કલાક જેટલો સમય વિત્યો હોવા છતાં ડ્રાઇવર નીચે ઉતર્યો ના હોય જેથી આ અંગે પણ ટોળામાં ચર્ચા જોવા મળી હતી તો પેટ્રાેલ અને ડીઝલ ભરેલા ટેન્કરો અવારનવાર પલટી જતા હોય છે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ ટેન્કરોના અકસ્માતો રોકવા અનિવાર્ય છે અન્યથા ક્યારેક મોટી જાનહાની સજાર્ઈ શકે છે.