મોરબી પાલિકાની જગ્યામાં ગેરકાયદે બાંધકામ અટકાવવા શહેરી વિકાસ સત્તામંડળની ઉચ્ચસ્તરે રજૂઆત

February 1, 2018 at 11:03 am


મોરબી પાલિકાના માલિકીના કાલિકા પ્લોટ મેઈન રોડ પર આવેલ પ.વ.ડી.ના ડેલામાં ગેરકાયદે ચાલતું બાંધકામ અટકાવવા મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સતામંડળે મોરબીના મદદનીશ કલેકટરથી માંડી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત કુલ 32 જગ્યાએ ઉચ્ચસ્તરે રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાની માલિકીના કાલિકા પ્લોટ મેઈન રોડ પર આવેલ પ.વ.ડી.ના ડેલામાં મિસ્જદ અંગેનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું ચે. તેવી રજૂઆત-અરજી તેઆેની પાસે આવેલ છે.

બાંધકામ ચાલુ હતું ત્યારે જે-તે સમયે પ્રાંત અધિકારી મોરબી દ્વારા આ બાંધકામ સામે સ્ટે આપવામાં આવેલ છે તેમજ ત્યારે મિલકત-ડેલો સીલ કરવામાં આવ્યો હતો. આમ છતાં મનાઈ હુકમનો ભંગ કરીને સીલ તોડીને તે જગ્યા પર બાંધકામ શરૂ કરવામાં આવ્યાનું જણાવાયું છે. જેને તાત્કાલિક ધોરણે અટકાવવા અને ઉકત વિગતે તાત્કાલિક સ્થળ તપાસ કરી હકીકતલક્ષી અહેવાલ અત્રે મોકલી આપવા તેમજ સ્થળ પર ચાલતા ગેરકાયદે બાંધકામને અટકાવવા જરૂરી તમામ કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીનો અહેવાલ અત્રે દિવસ બેમાં મોકલી આપવા તેમજ જગ્યા સીલ કરવા અપીલ કરાઈ છે.

Comments

comments

VOTING POLL