મોરબી પાસની હાદિર્ક ઉ૫ર હુમલા સંદર્ભે તીખી પ્રતિક્રિયા

April 20, 2019 at 11:06 am


સુરેન્દ્રનગર જીલ્લામાં સભા દરમિયાન હાર્દિક પટેલને લાફો ઝીંકવાની ઘટના બાદ પાસમાં રોષ ફાટી નીકળ્યો છે અને મોરબી પાસની ટીમ દ્રારા આ અંગે તીખી પ્રતિક્રિયા આપીને અમિત શાહ તથા જીતું વાઘાણી હાર્દિકની હત્યા કરવાનો ઈરાદો ધરાવતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
લોકસભા ચુંટણી નજીક છે ત્યારે પાટીદાર અનામત આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનીને પ્રચાર કરી રહ્યા છે જેમાં આજે સુરેન્દ્રનગરના વઢવાણ નજીક સભામાં હાર્દિક પટેલને સ્ટેજ પર ચડીને લાફો ઝીંકી દેવામાં આવ્યો હતો જે બનાવ અંગે મોરબી પાસ આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ હાર્દિકની હત્યાના પ્રયાસો કરાયા છે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી હાર્દિકને રોકવા પ્રયાસ કરે છે કોંગ્રેસના સ્ટાર પ્રચારકને અગાઉ મળેલી સિકયુરીટી પરત લેવાઈ છે અને તેના પર હત્પમલાઓ થાય છે જોકે તા. ૨૩ એપ્રિલે મતદાનના દિવસે આનો હિસાબ કરવાનો હત્પંકાર કર્યેા હતો સાથે જ સાંજે મોરબીમાં હાર્દિક પટેલની સભા હોય યાં આવું કોઈ કૃત્ય ના થાય તે માટે પોલીસને અપીલ કરી હતી અને આવો કોઈ બનાવ ભાજપના ઈશારે થશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવા પાસની ટીમ તૈયાર હોવાનું જણાવ્યું હતું તેમજ હાર્દિક પટેલની આ રીતે હત્યા અને અલ્પેશની જેલમાં હત્યાનું કાવતં ભાજપ રચતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે

Comments

comments