મોરબી રોડનો વિકાસઃ સ્ટેન્ડિંગમાં રૂા.50 કરોડના કામ મંજૂર

November 27, 2018 at 4:47 pm


રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ બેઠકમાં મોરબી રોડ પર રૂા.6.27 કરોડના ખર્ચે ડ્રેનેજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. પૂર્વ ઝોનના સૌથી વિકસતાં વિસ્તાર મોરબી રોડ પર અનેક રહેણાક સોસાયટીઆે ડેવલપ થઈ ગઈ હોય અને હજુ સુધી ત્યાં આગળ ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ ન હોય આજરોજ દરખાસ્ત મંજૂર થઈ જતાં હવે ટૂંક સમયમાં ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ થશે. મોરબી રોડ પરની વિવિધ સોસાયટીઆેમાં કુલ 2250 મકાનોમાં ડ્રેનેજ કનેક્શન આપવામાં આવશે તેમ વોર્ડ નં.4ના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયાએ જણાવ્યું હતું.
આજે મળેલી સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકમાં કુલ 12 સભ્યોમાંથી આઠ સભ્યો હાજર હતા જ્યારે ચાર સભ્યો ગેરહાજર હતા. શાસક પક્ષ ભાજપના કશ્યપ શુક્લ, અરવિંદ રૈયાણી અને જાગૃતિબેન ઘાડિયા ગેરહાજર હતા જ્યારે વિપક્ષ કાેંગ્રેસના કુલ બે સભ્યોમાંથી હજુ એક સભ્યની નિમણૂક કરવાની જ બાકી હોય એક સભ્ય જ હાજર રહ્યા હતા. નીતિન રામાણીએ રાજીનામું આપ્યા બાદ કાેંગ્રેસની એક બેઠક હજુ ખાલી જ છે. જ્યારે ઉપસ્થિત સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ મોરબી રોડ પર ડ્રેનેજના પ્રાેજેક્ટની દરખાસ્તમાં વિરોધ કર્યો હતો.
વધુમાં સ્ટેન્ડિ»ગ બેઠકમાં મંજૂર થયેલા કામો પર એક નજર કરીએ તો આજે કુલ રૂા.50 કરોડના કામો મંજૂર થયા હતા જેમાં મોરબી રોડ પર રૂા.6.27 કરોડના ખર્ચે ડ્રેનેજ સહિત ડ્રેનેજના કુલ રૂા.20.65 કરોડના કામ, રોડ ડિવાઈડરના 13 લાખના કામ, વોટરવર્કસના 16.30 કરોડના કામ, સ્લેબ કલ્વર્ટ (નાલું)નું રૂા.1.23 કરોડનું કામ, પેવિંગ બ્લોકનું રૂા.66.07 લાખનું કામ, રસ્તાઆેના રૂા.1.39 કરોડના કામ, સ્ટ્રાેમ વોટર ડ્રેઈન નેટવર્કનું રૂા.8.08 કરોડનું કામ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને લગતા રૂા.1.27 કરોડના કામ, કોમ્પ્યુટર સોફટવેરને લગતા રૂા.21.45 લાખના કામ, વિવિધ કાર્યક્રમોનો 12 લાખનો ખર્ચ તેમજ તબીબી સહાયનો લાખો રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે ગાેંડલ રોડ પર સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં નિમિર્ત આવાસ યોજના અંતર્ગતની દુકાનોનું જાહેર હરાજીથી વેચાણ કરતાં થયેલી આવક રૂા.5.28 કરોડ મંજૂર રાખવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL