મોરબી રોડ નજીક ટ્રેનની ઠોકરે પટેલ પરિણીતાનું મોત

October 2, 2018 at 3:24 pm


શહેરના મોરબી રોડ નજીક નાના ફાટક પાસે આજે બપોરે સજાર્યેલી એક કરૂણાંતીકામાં ટ્રેનની ઠોકરે ચડી જવાથી પટેલ પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે, આ બનાવ ખરેખર અકસ્માતનો છે કે કેમ ં તે અંગે બી-ડીવીઝન પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

મોરબી રોડ પર આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતી ગીતાબેન રણછોડભાઈ ભુરીયા ઉ.વ.30 નામની પટેલ પરિણીતા આજે સવારે બાજુના ઘરમાં કુંડા વાવવાના હોવાનું કહી માટી લેવા અર્થે નીકળી હતી. દરમિયાનમાં થોડા સમય બાદ કોઈએ ગીતાબેન ટ્રેનની ઠોકરે ચડી ગયા હોવાનું તેના પરિવારજનોને જણાવતા આ અંગે બી-ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જે અનુસંધાને બી-ડીવીઝન પોલીસના પીએસઆઈ ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મરનાર ગીતાબેન માનસીક બીમારીથી પીડાતા હતા અને તેમની દવા પણ ચાલી રહી હતી. 10 વર્ષ પુર્વે ઘર સંસાર માંડનારા ગીતાબેનને સંતાનમાં 8 વર્ષનો પુત્ર છે. જયારે તેમના પતિ રણછોડભાઈ ઘર પાસે જ ઈમીટેશનની દુકાન ચલાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગીતાબેન ટ્રેનની ઠોકરે ચડી ગયાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. આમ છતાં આ બનાવ અકસ્માતનો છે કે કેમ ં તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આપઘાતની એક ઘટનામાં પિતૃકાર્ય અર્થે પોતાના પીયરે આવેલી પાયલ સાગરભાઈ ગમારા ઉ.વ.22 નામની ભરવાડ પરિણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, હજુ 8 માસ પુર્વે જ પાયલના લગ્ન થયા હતા. વળી તેના માતા-પિતા પણ કોઈ કૌટુંબીક કલેશ ન હોવાનું જણાવતા હોવાથી પાયલે આપઘાત શા માટે કર્યો ં તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક ઘટનામાં જામનગર રોડ પર દ્વારકાધીશ પંપ પાસે ખીજડાવાડી શેરીમાં રહેતા ખોડુભા ધનુભા જાડેજા ઉ.વ.65 આજે સવારે પોતાના ઘરે બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

Comments

comments

VOTING POLL