મોરબી શહેરમાં શ્રાવણ માસમાં શિવાલયોમાં હર હર ભોલેનો નાદ

August 21, 2018 at 11:37 am


પવિત્ર શ્રાવણ માસ નિમિતે ભક્તો અનેરા ઉત્સાહ સાથે શિવ ભિક્તમાં લીન બન્યા છે અને વિવિધ શિવાલયોમાં હર હર ભોલેના નાદ ગુંજી ઉઠયા છે તેમજ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. તેમાં શ્રાવણ માસના સોમવારે શહેરના કુબેરનાથ મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, જડેશ્વર મંદિર તેમજ મોરબી શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે તે ઉપરાંત શહેરના સ્વામીનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શનની ઉજવણી કરવામાં આવી રહી છે તો આજે માધાપર રામજી મંદિર ચોક ખાતે qક્રષ્ના ગ્રુપ દ્વારા બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા જેના દર્શન માટે ભક્તોએ લાઈનો લગાવી હતી.

રામજી મંદિર ચોક ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા બરફના શિવલિંગનું આયોજન કરવાને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને દુર દુરથી લોકો દર્શન માટે ઉમટી પડéા હતા.

Comments

comments

VOTING POLL