મોરબી સહિત પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરેલ આરોપીની એસઓજીની ટીમે ધરપકડ કરી

April 15, 2019 at 11:40 am


મોરબી સહિત પાંચ જિલ્લામાં હદપાર કરેલ આરોપીની એસ.ઓ.જીની ટીમે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની પ્રા વિગતો મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક અને મોરબી એસ.ઓ.જી ના માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસે આરોપી જસબ હબીબ જામની ધરપકડ કરી હતી. એસઓજી ટીમે ઝડપી લીધેલા આરોપીને મોરબી, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ અને ભુજ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો હતો. જે દરમિયાન આરોપી મોરબી– ધરમપુર રોડ સ્મશાન પાસેથી મળી આવતા હદપારી હત્પકમનો ભગં થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL