મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણનો ખર્ચ 10-25 ટકા ઘટવાની શકયતા

September 17, 2018 at 11:04 am


મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ટૂંક સમયમાં સસ્તું થવાની શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફંડ હાઉસિસ દ્વારા રોકાણકારો પાસેથી લેવાતાં ચાર્જિસ કે ફીમાં સેબી મોટા પાયે ફેરફારની યોજના ધરાવે છે. તેને લીધે ઈક્વિટી મ્યુ ફંડ્સમાં રોકાણનો કુલ ખર્ચ સરેરાશ 10-25 ટકા ઘટનાવી શકયતા છે. જેમાં સૌથી વધુ ઘટાડો લાર્જકેપ ફંડમાં થવાનો અંદાજ છે. સેબી મિસ-સેલિંગને અટકાવવા મ્યુ ફંડ્સ પર ડિસ્ટિ²બ્યુટર્સને અપફ્રન્ટ કમિશનથી ચૂકવણી અને વિદેશ પ્રવાસે મોકલવા પર પ્રતિબંધ મૂકી શકે. સેબીએ નીમેલી મ્યુ ફંડ એડ્વાઈઝરી કમિટીની પેટાસમિતિ દ્વારા આપ પ્રસ્તાવોની ચર્ચા થઈ હતી. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે, સેબી લોકોના અભિપ્રાય માટે ચર્ચાપત્ર લાવશે કે તેમનો સીધો અમલ કરશે.

સેબીની ચાલુ સપ્તાહે મળનારી બોર્ડ મિટિંગમાં ભલામણોની ચર્ચા થવાની શકયતા છે. પેટાસમિતિએ મ્યુ ફંડના કુલ એકસ્પેન્સ રેશિયોની ટોચમર્યાદા હાલના 2.પ ટકાથી ઘટાડી 2.25 ટકા રાખવાની ભલામણ કરી છે.

Comments

comments