મ્યુ.સિટી એન્જિનિયર ભાવેશ જોષીનું રાજીનામું

November 7, 2018 at 2:05 pm


રાજકોટ મહાપાલિકાના પશ્ચિમ ઝોનના સિટી એન્જિનિયર ભાવેશ જોષીએ રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મહાપાલિકામાં રાજીનામાના ચાલતાં દોર વચ્ચે વધુ એક ક્લાસ-1 અધિકારીના રાજીનામાથી સોપો પડી ગયો છે. મ્યુનિ.કમિશનરને રાજીનામું આપીને 15 દિવસની લાંબી રજા પર ઉતરી ગયા હોવાનું કચેરીના વતુર્ળોમાંથી જાણવા મળે છે. દરમિયાન આ મામલે ઈજનેરી વતુર્ળોમાં ભારે ચર્ચા જાગી છે.
વિશેષમાં મહાપાલિકાના વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં જ એક સાથે ચાર ઈજનેરોએ ઉત્સવો અને કાર્યક્રમોની વધારાની કામગીરીથી કંટાળીને રાજીનામા ધરી દીધા છે અને તે રાજીનામા હજુ પેન્ડીગ છે, મંજૂર થયા નથી ત્યાં વધુ એક ક્લાસ-1 ઈજનેરે રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત મહેકમ શાખાના આસિ.મેનેજરપદે કાર્યરત આશુતોષ મારૂએ પણ રાજીનામું આપી દીધું હતું જે મંજૂર થઈ ગયું છે. આમ મહાપાલિકામાં મુળ કામગીરી ઉપરાંત વધારાના ચાર્જ અને લગાતાર ઉત્સવો, કાર્યક્રમો, ઈવેન્ટોની કામગીરીથી કંટાળીને અધિકારીઆે, ઈજનેરો અને કર્મચારીઆે અન્યત્ર નોકરી કરવાનું મન બનાવી રહ્યા છે. અગાઉ રાજીનામા આપેલા અનેક અધિકારીઆે અને ઈજનેરોને અન્ય ખાનગી તેમજ કોર્પોરેટ કંપનીમાં તેમજ સરકારના અન્ય એકમોમાં સારી નોકરી મળી ગઈ હોય વધુ લોકો આ દિશામાં પ્રેરાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ ઝોનના સિટી એન્જિનિયર ભાવેશ જોષીએ તેમની કારકીદિર્ના કાર્યકાળમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારીઆે સંભાળીને ધ્યાનાકર્ષક તેમજ પરિણામલક્ષી કામગીરી કરી બતાવી છે અને હાલમાં પણ તેઆે એક સાથે અનેક પ્રાેજેક્ટનો કાર્યભાર સંભાળી રહ્યા છે. અગાઉ ટીપી બ્રાન્ચમાં આસિ.ટાઉન પ્લાનર તરીકેની કામગીરી વેળાએ પણ તેમણે મવડીની ટીપી સ્કીમો તૈયાર કરવાની કાબિલે તારીફ કામગીરી કરી હતી.

Comments

comments

VOTING POLL