યમુનાના જળસ્તરમાં સતત વધારો: દિલ્હી જળમગ્ન થઈ જવાનો ખતરો

July 27, 2018 at 10:28 am


હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદે હરિયાણાની નદીઓને ભરપૂર કરી દીધી છે. યમુના અને ઘગ્ગર બન્ને નદીઓ ઉફાણ પર છે. પહાડી વિસ્તારોમાં જો આવી રીતે જ વરસાદ યથાવત રહ્યો અને હરિયાણામાં પણ ભારે વરસાદ વરસતો રહ્યો હતો યમુના નદીનું પાણી દિલ્હી માટે બહ મોટુ સંકટ બની જશે. સતત વરસાદ દિલ્હીને જળમગ્ન કરી દેવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હિમાચલ અને હરિયાણા સાથે જ દિલ્હીમાં પણ વરસાદ જોરદાર વરસી રહ્યો છે.
હરિયાણામાં સિંચાઈ વિભાગના અધિકારી અત્યારે યમુના નદીના જળસ્તરને મધ્યમ ગણી રહ્યા છે. આ સામાન્ય વહેણ જે યમુનામાં વહી જશે પરંતુ જો ભારે વરસાદ પડયો તો દિલ્હી પર ડૂબી જવાનો ખતરો વધી જશે. સિંચાઈ વિભાગના અધિકારીઓની માનીએ તો રવિવારે યમુનામાં હથિનીકુંડ બૈરાજથી 1 લાખ 41 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જો કે દિલ્હી માટે અત્યારે ખતરો ન ગણી શકાય. સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ આ જળસ્તરથી દિલ્હીમાં પાણી ઘૂસવાની કોઈ સંભાવના નથી. જે પ્રકારે હિમાચલમાં હવામાન વિભાગે 31 જૂલાઈ સુધી અનેક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી છે તેનાથી ખતરો વધવાની સંભાવના છે. પહાડો સાથે જ હરિયાણામાં પણ વરસાદ થવાની યમુનાનું જળસ્તર નિશ્ર્ચિત રીતે વધશે જેનાથી દિલ્હીમાં પાણી ફરી વળી શકે છે.
આ મુશ્કેલીને ધ્યાનમાં રાખી હરિયાણાના સરકારી તંત્રએ યમુનાની આસપાસ રહેતાં લોકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ચેતવણી આપી દેવામાં આવી છે.

Comments

comments

VOTING POLL