યાત્રીવાહનોનું વેચાણ 18 વર્ષના તળિયે પહોંચ્યું

June 12, 2019 at 10:42 am


યાત્રીવાહનોના વેચાણમાં રેકોર્ડ ઘટાડો છેલ્લા 18 વર્ષના તળીયે પહોંચી ગયો છે. કાર, દ્વિચક્રી સહિતના યાત્રીવાહનોના વેચાણમાં મે માસમાં 20.55 ટકાના ઘટાડા સાથે વેચાણ 2,39,347 રહી ગયું છે. મે 2018માં આ આંકડો 3,01,238 વાહનોનો હતો.

પાછલા 11માંથી 10 મહિનામાં યાત્રીવાહનોના વેચાણમાં ઘટાડો આવ્યો છે. માત્ર ઓક્ટોબર-2018 જ એવો મહિનો રહ્યો હતો જ્યારે વાહનોના વેચાણમાં 1.55 ટકાનો વધારો નોંધાયો હતો. મેમાં યાત્રી વાહનોના વેચાણમાં ઘટાડો સપ્ટેમ્બર-2001 બાદ સૌથી વધુ રહ્યો છે. એ સમયે યાત્રી વાહનોનું વેચાણ 21.91 ટકા ઘટયું હતું. વાહન વિનિમર્તિા સંગઠન સિયામ અનુસાર મેમાં દ્વિચક્રી અને વ્યવસાયિક વાહનના વેચાણમાં પણ નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. મેમાં વિવિધ શ્રેણીઓના તમામ વાહનોનું વેચાણ 8.62 ટકા ઘટીને 20,86,358 રહ્યું હતું જે એક વર્ષ પહેલાં સમાન મહિનામાં 22,83,262નું હતું. સરકારે આ પહેલા 2011-12 અને 2008-09માં સુધારના ઉપાય કયર્િ હતા. આ નીતિગત ઉપાયોમાં ઉત્પાદન ટેક્સમાં કાપ પણ સમાવિષ્ટ છે. સિયામના ડાયરેક્ટર સુગાતો સેને સ્થિતિને અભૂતપૂર્વ ગણાવતાં તમામ શ્રેણીઓના વાહનો ઉપર જીએસટી 28માંથી 18 ટકા કરવાની માગ કરી છે.

Comments

comments