યુઝર્સ આનંદો, પહેલી વખત OnePlus 6T પર રૂ.4,000નું ડિસ્કાઉન્ટ

April 16, 2019 at 2:32 pm


હાલમાં તમામ પ્રકારના સ્માર્ટ ફોન માર્કેટમાં ઉપલબ્ધ છે ત્યારે હવે આપના માટે એક સારી તક છે, કારણકે વર્ષના શ્રેષ્ઠ એન્ડ્રોઇ સ્માર્ટફોનમાંથી એક OnePlus 6T પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ગ્રાહકો આ ફોનને એમેઝોનથી ખરીદી શકે છે,

 

આ ફોન પહેલી વાર ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવે છે, એમેઝોન પર વનપ્લસ 6Tના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે, જે ડિસ્કાઉન્ટ પછી રૂ. 34,999 માટે ખરીદી શકાય છે. એટલે કે ફોન પર 3,000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે જ સમયે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજના વેરિયન્ટ્સ પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ વેરિઅન્ટની કિંમત રૂ. 41,999 છે, જે ડિસ્કાઉન્ટ બાદ રૂ. 37,999માં ખરીદી શકાય છે.

 

એમેઝોન પર દર્શાવેલ માહિતી પ્રમાણે, આ ફોન પર એક્સ્ચેન્જ ઓફર પણ મેળવી શકાય છે, જેના હેઠળ ફોન પર 11,550 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વન પ્લસ 6T ના ડિસ્કાઉન્ટ પરથી અંદાજ લગાવવામાં આવે છે કે કંપની તેનો લેટેસ્ટ ફોન વનપ્લસ 7 ફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. ત્યારે ખરીદો વનપ્લસ 6T અને મેળવો અત્યાધુનિક ફોન સાથે ઉત્તમ સુવિધા,….અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ…..

Comments

comments

VOTING POLL