યુઝર્સ આનંદો, BSNL બાદ વોડાફોન-આઈડિયાએ પણ આપી નવા વર્ષની ભેટ

January 1, 2019 at 8:49 pm


BSNL યુઝર્સની જેમ હવે વોડાફોન અને આઈડિયા યૂર્ઝસ પણ થઈ જાઓ ખુશ.હવે વોડાફોન-આઇડિયાએ પણ તેના ગ્રાહકો માટે નવા વર્ષના મોકા પર બ્લેકઆઉટ ડેઝને પૂરી રીતે ખતમ કરવાની જાહેરાત કરી છે. એટલે કે ગ્રાહકોએ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ એસએમએસ તથા કોલિંગનો વધારોનો ચાર્જ આપવો ન પડ્યો, માત્ર આ બે દિવસ જ નહીં પરંતુ 2019માં આવતી હોળી-દિવાળી જેવા કોઈ પણ ખાસ દિવસ માટે યૂઝર્સે કોલ કે એસએમએસ માટે વધારાનો ચાર્જ નહીં ચુકવવો પડે. ગ્રાહકો હવે મોટા તહેવારો પર પણ રીચાર્જ પેક્સ અને એસએમએસ પેકનો લાભ લઈ શકશે.

ટેલિકોમ કંપનીઓ મોટા તહેવારોને બ્લેક આઉટ ડેઝ માને છે. આ દિવસો પર યૂઝર્સે મેસેજ મોકલવા તથા કોલિંગ માટે એક્સ્ટ્રા ચાર્જ આપવાનો હોય છે. ગ્રાહકોના સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ કે મેસેજ પેક્સ આ દિવસોમાં કામ નથી કરતાં.

Comments

comments

VOTING POLL