યુટીએસ મોબાઈલ એપ દ્વારા ટિકિટ બૂકિંગમાં પાંચ ટકા બોનસની યોજના છ માસ લંબાવાઈ

October 11, 2018 at 3:33 pm


રાજકોટ ડીઆરએમ પી.બી.નિનાવેના જણાવવા મુજબ આ આેનલાઈન યુટીએસ એપને શરૂ કરવાનો મુખ્ય ઉદેશ પ્રવાસીઆેને ડિઝિટલ ટિકિટિંગ તરફ જોડવાનો છે. મોબાઈલ ટિકિટિંગને પ્રાેત્સાહિત કરવા માટે રેલવે દ્વારા દરેક આર-વેલેટ રિચાર્જ પર 6 ટકા બોનસ આપવામાં આવી રહ્યું છે તથા બોનસની આ યોજના વધુ 6 મહિના એટલે કે 24 ફેબ્રુઆરી 2019 સુધી લંબાવામાં આવી છે. પશ્ચિમ રેલવેના બધા ડિવિઝન ખાતે આેનલાઈન યુટીએસ એપની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. રાજકોટ ડિવિઝન દ્વારા પ્રવાસીઆેને યુટીએસ મોબાઈલ ટિકિટિંગ એપ અપનાવવા તથા તેનો પ્રયોગ કરવા માટે આપવામાં આવેલ વધારાની સુવિધાઆેનો લાભ લેવા અનુરોધ છે.

યુટીએસ એપની કેટલીક મુખ્ય વિશેષતાઆે આ મુજબ છે. એન્ડ્રાેઈડ આઈઆેએસ તથા વિંડો આધારિત સ્માર્ટ ફોન પર ગુગલ પ્લે સ્ટોર દ્વારા વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે, બધી બિન રિઝવ્ર્ડ તથા સીઝન ટિકિટ બુક કરી શકાય છે, કવીક બુકિંગ વિકલ્પની સાથે સરળ એપ, કસ્ટમર કેર નંબર 138 ઉપર વિશેષ માહિતી ઉપલબ્ધ છે, કોઈપણ બુકીગ બારી અથવા પેટીએમ, મોબીકવીક, ફ્રી ચાર્જ સહિત ઈનબિલ્ટ આર વેલેટ મારફતે રિચાર્જ કરી શકાય છે. આ વેલેટ કોઈપણ બિન સબ-અર્બન ટિકિટ બુકિંગ બારીની સાથોસાથ કોઈપણ ડેબિટ કાર્ડ, નેટ બેકિંગ અથવા યુપીઆઈ મોડ દ્વારા વેબસાઈટ www. utsonmobileanrall. gov.in પર આેનલાઈન રિચાર્જ કરી શકાય છે.

Comments

comments

VOTING POLL