યુટ્યુબ હેડક્વાર્ટરમાં મહિલાએ કર્યો ગોળીબાર: 4 ઘાયલ

April 4, 2018 at 11:16 am


યુટ્યુબ હેડક્વાર્ટરમાં મંગળવારે ફાયરીંગ થવાના કારણે અફરાતફરી મચી ગઇ છે. રિપોર્ટસ પ્રમાણે એક બંદૂકધારી મહિલાએ અંધાધૂધ ફાયરીંગ શરૂ કરી દીધી હતી. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. જે બાદ મહિલાએ જાતે જ પોતાને ગોળી મારીને પોતાની હત્યા કરી લીધી છે.
પોલીસ હાલ એ મહિલાની ઓળખ કરી નથી શકી. હજી તપાસમાં એ પણ ખબર નથી પડી કે મહિલાએ ફાયરીંગ કેમ કરી હતી. એમએસએમબીસી પ્રમાણે તે મહિલાની ઉંમર 30 વર્ષની હતી. તે હેડક્વાર્ટરના ડાયનીંગ હોલમાં પહોંચી અને તેને ફાયરીંગ શરૂ કરી દીધી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિએ દશર્વ્યિું દુખ
ગોળીબારમાં ઘાયલ 36 વર્ષના યુવકની હાલત ગંભીર છે. સીબીસીએસ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ઇજાગ્રસ્ત યુવકને હમલો કરનાર મહિલાનો બોયફ્રેન્ડ માનવામાં આવે છે. આ હમલામાં 32 અને 27 વર્ષની બે મહિલાઓને પણ ગોળી વાગી છે.
યૂટ્યુબના પ્રોડક્ટ મેનેજર ટોડ શર્મને સતત ટ્વિટ કરીને આ ઘટનાની જાણ કરી છે. તેમણે લખ્યું છે કે,’ અમે એક મિટીંગમાં હતાં ત્યારે જ અમે લોકોને ભાગતા જોયા. પહેલા લાગ્યું કે ભૂકંપ આવ્યો છે. અમે બહાર આવ્યાં તો પણ અમને ખબર ન પડી કે લોકો ભાગી કેમ રહ્યાં છે.’

Comments

comments

VOTING POLL