યુનિ. કર્મચારી પરિવાર દ્વારા કાર્યકારી કુલપતિનું યોજાયું સ્વાગત-સન્માન

August 27, 2018 at 12:25 pm


સહુ સાથે મળીને યુનિ.ને વધુ ઉંચાઇએ લઇ જવાની કુલપતિએ કરી નેમ

એમ.કે.ભાવનગર યુનિવસિર્ટી કર્મચારી પરિવાર દ્વારા કાર્યકારી કુલપતિ ડો.ગિરીશભાઈ વાઘાણીનો શુભેચ્છા સમારભ યોજાઇ ગયો. યુનિ.સંચાલીત ત્રણેય કોલેજનાં આચાર્યાે-ઇ.સી.સભ્યો, એકેડેમીક કાઉન્સીલના સભ્યો અને સ્વનિર્ભર કોલેજ સંચાલક મંડળના હોદ્દેદારો તેમજ એન.એસ.આઇ.ના પ્રમુખમંત્રી અને વિદ્યાથ} આગેવાનોની હાજરીમાં યોજાયેલ આ સન્માન સમારંભ આવકાર અને હકારાત્મક સુર વ્યકત થયો હતો.
એન.એસ.યુ.આઇ.ના હોદ્દેદારો અને કાેંગી વિદ્યાથીર્ સેનેટ સભ્ય મહેબુબ બલોચએ – ડો.વાઘાણીને પોતીકા ગણાવ્યો તો અમર આચાર્યએ આજે યુનિ.ઇતિહાસમાં પ્રથમવાર કોઇ કુલપતિની તરફેણમાં બોલવાનું અવસર મળ્યાનો આનંદ વ્યકત કર્યો અને વિદ્યાથ} આગેવાન તરીકે સમગ્ર વિદ્યાથ} આલમ તરફથી અમારા આંદોલનના શંાે ડો.વાઘાણીના ચરણોમાં મુકતા હોવાનું પણ તેમણે જણાવ્યુ હતુ.
ઇ.સી.સભ્ય ડો.પંડયાએ એક વર્ષ સુધી સેનેટ લંબાવાનો અને 11 માસ સુધી ઇ.સી.નહી મળવાનો હવે વારો નહી આવે તેવુ જણાવ્યુ હતુ. કુલસચિવ ભટ્ટ અને એકાઉન્ટ આેફીસર દીપક શેઠએ અત્યાર સુધી ડો.વાઘાણી ઇ.સી.સભ્ય હતા. તેમના રચનાત્મક-હકારાત્મક અને વિચારશીલ માર્ગદર્શન માત્ર મળતું હવે પોતે જ નિર્ણય લેવાના હોદ્દે વહીવટ ઝડપીને સુગમ થશે તેમ જણાવ્યુ હતું. પ્રતિભાવમાં ડો. વાઘાણીએ આજ સુધી જે કંઇ કહ્યું તે ફરજનો ભાગ હતો હવે જવાબદારી સાથે શિસ્ત સેવા અને સમજદારીપુર્વકના નિર્ણયો સાથે બધાના સાથ સહકારથી યુનિ.ના વિકાસની હરણફાળ ભરવાની વાત કરી સંસ્થાને એક ઉંચાઇ પર લઇ જવાની નેમ વ્યકત કરી હતી.

Comments

comments

VOTING POLL