યુપીએ સરકારમાં રૂા.270 કરોડની લાંચના નવા કૌભાંડનો પદાર્ફાશ

February 11, 2019 at 12:20 pm


પાછલી યુપીએ સરકારના કેટલાક મંત્રીઆે અને ટોચ લેવલના અધિકારીઆેને સંડોવતા બીજા એક કૌભાંડ પરથી ઈ.ડી.એ પડદો ઉંચકાવ્યો છે. વિદેશી એરલાઈન્સ કંપનીઆેએ લોબિંગ કરનારા લોકોને રૂા.270 કરોડની લાંચ ચૂકવી હોવાના નવા ધડાકા સાથે આ પ્રકરણ બહાર આવ્યું છે. તાજેતરમાં જ પ્રત્યાર્પણ થયેલ લોબીઈસ્ટ દીપક તલવારની ઈ.ડી.ના અધિકારીઆેએ કરેલી વ્યાપક પૂછપરછ પરથી ઘણા બધા ભવાડા છતા થયા છે.
270 કરોડના આ ચૂકવણા અંગે લોબીઈસ્ટ દીપક તલવારની પૂછપરછ થઈ છે અને પાછલી યુપીએ સરકારના કેટલાક મંત્રીઆે અને ટોચના અધિકારીઆે તરફ ઈશારો થયો છે. 270 કરોડની આ રકમ ઈન્ટરનેશનલ એરલાઈન્સો દ્વારા બેન્ક આેફ સિંગાપોરમાં ડિપોઝિટ કરાઈ હતી અને દીપક તલવાર દ્વારા સંચાલિત એનજીઆેને રૂા.88 કરોડ આપવામાં આવ્યા છે તેની પણ તપાસ આગળ વધી છે.
દીપક તલવાર એક કોર્પોરેટ લોબીઈસ્ટ છે. ખાસ કરીને નાગરિક ઉડ્ડયનના સર્કલમાં તેની લોબિંગની પ્રqક્રયા જાણીતી છે અને ઈ.ડી.ના અધિકારીઆે અત્યારે તેની પૂછપરછ કરી રહ્યા છે. બેન્કના એકાઉન્ટમાંથી 90 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે તે અંગે તેની પૂછપરછ ચાલી રહી છે. આ રકમમાંથી રાજકારણીઆેને અને અધિકારીઆેને મોટી રકમો ચૂકવવામાં આવી છે. યુપીએ સરકારના કેટલાક મંત્રીઆે અને ટોચના અધિકારીઆેના તપેલા હવે ચઢી જશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
દીપક તલવારને ગત 31મી જાન્યુઆરીએ દુબઈથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો અને અહી ઈ.ડી. દ્વારા તેની પૂછપરછ થઈ છે. તે ઈ.ડી.ની કસ્ટડીમાં છે અને પૂછપરછમાં હળવે-હળવે તેણે વટાણા વેરવાની શરૂઆત કરી છે. વાસ્તવમાં દીપક તલવાર સામે 2017માં મનિલોન્ડરિ»ગનો કેસ દાખલ થયો હતો અને તે દિલ્હીની કોર્ટમાં હાજર રહેતો ન હતો માટે તેને ડિપોર્ટ કરવામાં આવ્યો છે. તેની પૂછપરછમાં વિદેશી એરલાઈન્સો દ્વારા ચૂકવવામાં આવેલી 270 કરોડ રૂપિયાની લાંચની રકમનો ભાંડાફોડ થયો છે.
લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને મુખ્ય હરિફો એકબીજા પર આરોપો મુકી રહ્યા છે ત્યારે જ શાસકપક્ષ પાસે કાેંગ્રેસ અને તેના સાથીપક્ષોની વિરૂધ્ધ એક મોટું હિથયાર મળી આવ્યું છે અને આ કૌભાંડ યુપીએના મંત્રીઆે અને ટોચના અધિકારીઆે દ્વારા આચરવામાં આવ્યું છે તે લાઈન પર ઈ.ડી.ની તપાસ આગળ ચાલી રહી છે. જેમ જેમ તપાસ આગળ વધશે તેમ નવા ધડાકા થઈ શકે છે અને યુપીએ સરકારના કેટલાક મંત્રીઆેના ગળામાં ગાળિયો પડી શકે છે. ઈ.ડી.એ દીપક તલવાર અંગે છેલ્લા બે વર્ષના અલગ-અલગ મુદ્દા પર તપાસ કરી છે અને આ દરમિયાન છેંી પૂછપરછમાં તેણે વિદેશી એરલાઈન્સોએ ચૂકવેલી રકમની બાતમી આેકી છે. હજુ પણ આ કૌભાંડના લાભાથ}આેના નામ કઢાવવાનો ઈ.ડી. પ્રયાસ કરશે ત્યારબાદ મોટા ધડાકા થશે.
7માં તેઆેએ રીટર્ન ફાઇલ કયુંર્ હતું પણ ત્યારબાદ 2017-18ના વર્ષમાં આવા કરદાતાઆે બિનદાસ બની રીટર્ન ફાઇલ કર્યુ ન હતું તેવા કરદાતાઆે આઇટીના રડારમાં છે.

Comments

comments

VOTING POLL