યુપીમાં કોંગી, સપા, બસપા, આરએલડીનું ગઠબંધન

July 31, 2018 at 10:42 am


2019 લોકસભાની ચૂંટણી માટેની તૈયારી શ થઈ ગઈ છે. ભાજપ્ને હરાવવા વિપક્ષો એક માંડવે આવી રહ્યા છે. એનડીટીવીના અહેવાલમાં જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશમાં વિપક્ષના મહા ગઠબંધનની ડીલ થઈ ગઈ છે. યુપીમાં કોંગ્રેસ, સપા, બસપા અને અજીતસિંઘની પાર્ટી આરએલડી ભેગા મળીને ચૂંટણી લડશે. આ માટે પક્ષો વચ્ચે સંમતિ સધાઈ ગઈ છે. જો કે, બેઠકોની ફાળવણી મુદે હજુ અંતિમ નિર્ણય બાકી છે. જાણકાર સૂત્રોએ એવી માહિતી આપી છે કે, આ મહા ગઠબંધન હેઠળ કોંગીને 8 સીટ મળશે સપાને 30 બેઠકો મળવાની ગણતરી છે. સૌથી વધુ બેઠકો માયાવતીની પાર્ટી બસપાને મળશે અને 40 બેઠકો તે લઈ લેશે તેવું ચિત્ર બતાવવામાં આવ્યું છે.
આરએલડીની બેઠકો સમા સાથે જ ભળી જવાની છે તેવી ગોઠવણ આકાર લઈ રહી હોવાનું બહાર આવ્યું છે અને ભાજપ સામે આ મહાગઠબંધન મોટો પડકાર બનશે. રાજકીય આલમમાં એક વાત તો પહેલેથી જ જાણીતી છે કે, દિલ્હીનો રસ્તો યુપીથી થઈને જ જાય છે અને યુપીમાં આ ચાર પાર્ટીઓનું ગઠબંધન સત્તા કબજે કરવાનો ઈરાદો રાખે છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે, 2019ની ચૂંટણીમાં એનડીએને અહીં 73 બેઠકો મળી હતી. એકલા ભાજપ્ને 71 બેઠકો મળી હતી. જો કે, થોડા સમય પહેલાં યુપીના ફૂલપુર, ગોરખપુર અને કૈરાના લોકસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં વિપક્ષનો હાથ ઉપર રહ્યો હતો. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પણ કોંગી અને બસપા વચ્ચે ગઠબંધન થઈ શકે છે તેવી ચચર્િ છે. આમ આ વખતે યુપીમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે આ મહા મોરચો મોટા પડકારો ઉભી કરશે તેવું લાગે છે.

Comments

comments