યુપીમાં કોંગ્રેસનો ધબડકો નિશ્ર્ચિત: અમેઠી અથવા રાયબરેલી બેઠક ગુમાવે તેવી અટકળો

May 20, 2019 at 10:44 am


ઉત્તર પ્રદેશમાં બીજેપી પ્લસને 62થી 67 સીટો મળવાનું અનુમાન છે. સાથોસાથ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે, તેને યૂપીમાં એકથી બે સીટો જ આપવામાં આવી રહી છે. આપ્ને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી પણ યૂપીથી જ ચૂંટણી લડી રહ્યા છે.
જો એક્ઝિટ પોલના આંકડાઓ પર વિશ્વાસ મૂકીએ તો શક્ય છે કે કોંગ્રેસ યૂપીમાં માત્ર એક સીટ પર સમેટાઈ જશે. આ સીટ સોનિયા ગાંધીની રાયબરેલી પણ હોઈ શકે છે અને રાહુલ ગાંધીની અમેઠી પણ. જો થોડું ઊંડાણમાં જઈને અધ્યયન કરીએ તો એ સમજવામાં મુશ્કેલી નહીં થાય કે અમેઠી રાહુલ ગાંધી માટે મુસીબત બની શકે છે.

રાહુલ કેરળની વાયનાડ બેઠકથી પણ લડી રહ્યા છે અને અમેઠીમાં રાહુલને પડકાર આપ્નારી સ્મૃતિ ઈરાનીનું માનવું છે કે રાહુલને પહેલાથી જ ખબર હતી કે તેઓ ત્યાંથી ચૂંટણી હારી રહ્યા છે તેથી વાયનાડની સીટ પસંદ કરી. જોકે, આપ્ને જણાવી દઈએ કે ગઠબંધને અમેઠી રાયબરેલી સીટથી કોઈ ઉમેદવાર નહોતો ઉતાર્યો.

2014ની લોકસભા ચૂંટણી મોદી લહેરની વચ્ચે સ્મૃતિ ઈરાનીને 15 દિવસ પહેલા અમેઠથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી 1 લાખના અંતરથી જીત્યા હતા પરંતુ ત્યારે અમેઠીને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતો હતો. બીજેપી પર આરોપ છે કે તેઓએ અમેઠીમાં હવાની દિશાને બદલવા માટે જેલમાં બંધ ગાયત્રી પ્રજાપતિને લખનઉ હોસ્પિટલમાં શિફ્ટ કયર્િ હતા. જો પરિણામ એક્ઝિટ પોલ મુજબ જ આવશે તો આવનારા સમયમાં તે કોંગ્રેસ માટે ખતરાની ઘંટડી છે.

Comments

comments

VOTING POLL