યુપીમાં 10 ટકા અનામત અમલી કરવાને લીલીઝંડી

January 18, 2019 at 8:16 pm


ઉત્તરપ્રદેશ કેબિનેટની બેઠકમાં સામાન્ય વગૅના આર્થિક રીતે પછાત લોકો માટે 10 ટકા અનામત આપવાનાે કેન્દ્રના નિર્ણયને આજે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપવામાં આવી હતી. આની સાથે જ કેન્દ્ર સરકારના નિર્ણયને અમલી કરનાર ઉત્તરપ્રદેશ છઠ્ઠુ રાજ્ય બની ગયું છે. આ પહેલા તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ દ્વારા પણ આને મંજુરી આપી દેવામાં આવી છે. શુક્રવારના દિવસે યોગી સરકારે પણ આને મંજુરી આપી દીધી છે. ગુજરાતે સાૈથી પહેલા આને મંજુરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને ઉજાૅમંત્રી શ્રીકાંત શમાૅએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા 12મી જાન્યુઆરી 2019ના દિવસે જાહેરનામુ જારી કરીને બંધારણમાં સુધારો કરીને આને લીલીઝંડી આપવામાં આવી હતી. યુપી સરકાર પણ કાયદાને હવે અમલી કરવા જઈ રહી છે. શમાૅએ કહ્યું હતું કે, આ સાૈથી મોટો અને ઐતિહાસિક નિર્ણય છે. યુપી કેનિેટે આને મંજુરી આપી દીધી છે. આ##352;થકરીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવાના બિલને કેન્દ્ર સરકારે પાસ કરી લીધું છે. લોકસભા અને રાજ્યસભામાં બંધારણીય સુધારા બિલને બહુમતિ સાથે પાસ કરવામાં આવ્યા બાદ રા»ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર હસ્તાક્ષર કરી દીધા હતા. આની સાથે જ આ કાનૂન બની ગયો તાે અને અમલી પણ બની ગયું છે. આ કાનૂનને યોગી કેબિનેટની બેઠકમાં મંજુરી મળતાની સાથે જ ઉત્તરપ્રદેશમાં નાેકરી અને શિક્ષણ સંસ્થાઆેમાં લાગૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. યોગી સરકાર તરફથી પ્રસ્તાવ બનાવીને કેબિનેટની બેઠકમાં મંજુરી માટે રજૂ કરાયો તાે. યોગી સરકાર તરફથી નિર્ણય લેવાયા બાદ અન્ય રાજ્યો પણ આ દિશામાં હજુ આગળ વધી શકે છે. કેટલાક રાજ્યોમાં બિન ભાજપ સરકાર દ્વારા આને લઇને વાંધો ઉઠાવવામાં આવી ચુક્યો છે.

Comments

comments

VOTING POLL