યુપી, બિહાર, બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ખેલ ખેલાયાની શત્રુઘ્ન સિન્હાને શંકા

May 25, 2019 at 10:43 am


Spread the love

લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની જબરદસ્ત જીત બાદ પાર્ટીમાં જશ્નનો માહોલ છે. જ્યારે બીજી તરફ વિપક્ષી દળોની હાલત પસ્ત છે. એવા માહોલમાં બોલિવૂડ અભિનેતા અને કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ એક મોટું નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે કેટલાક રાજ્યોમાં કંઈક તો રમત મોટા પાયે રમાઈ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં આ ખેલ ખેલાયો છે.

રિપોર્ટ પ્રમાણે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે,રમત મોટા સ્વરૂપમાં થઈ, મુખ્ય રૂપે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં થઈ છે, પરંતુ આ બધી બાબતો વિશે વાત કરવાનો આ યોગ્ય સમય નથી. આ સાથે શત્રુઘ્ન સિન્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને ચૂંટણીમાં વિજય માટે શુભેચ્છા પાઠવી છે. તેમને શાહને વ્યૂહરચના બનાવનાર મહારથી પણ ગણાવ્યા.

સિન્હાએ કહ્યું કે,હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહેને શુભેચ્છા પાઠવું છું. જે એક જબરદસ્ત રણનીતિકાર છે. હું મારા પારિવારિક મિત્ર રવિ શંકર પ્રસાદને પણ શુભકામના આપું છું અને આશા કરું છું કે પટના હવે સ્માર્ટ સિટી બનશે.