યુવતિને જાત્રાએ લઇ જવાના બહાને શખ્સે દુષ્કર્મ આચરી લુંટ ચલાવી

February 1, 2018 at 2:00 pm


વેરાવળની યુવતીને પ્રભાસ પાટણના દંપતિ સહીત 3 શખ્સોએ જાત્રાએ લઇ જવાના બહાને મહુવા તાલુકાના થાેરાળા ગામની સીમમાં વાડીમાં લઇ જઇ યુવક સાથે લગ્ન કરવાનુ દબાણ કરી મુંઢમાર મારી રોકડ રકમ સોનાની બુટ્ટી લુટ ચલાવી યુવતિની ઇચ્છા વિરૂધ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચરાતા યુવતિએ ખુંટવડા પોલીસમાં ફરીયાદ લખાવતા પોલીસે દુષ્કર્મ-લુંટ સહિતની કલમો હેઠળ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર વેરાવળ ખાતે રહેતી ખારવા યુવતિ (ઉ.વ.22) ને ગત તા. 27-6-17 થી 4-1-18 દરમ્યાન જાત્રાએ લઇ જવાનુ કહી પ્રભાસ પાટણ ખાતે રહેતા લીલીબેન ઉર્ફે યાસ્મીનબેન તેના પતિ ફરીદ બલોચ અને વિજય મનુભાઇ મકવાણા એક સંપ કરી મહુવા તાલુકાના ખુટવડા ગામની સીમમાં વાડીએ બે દિવસ રોકાયા હતા.

વાડીએ રોકાયા હતા તે દરમ્યાન યાસ્મીનબેન તથા ફરીદે વિજય સાથે લગ્ન કરી લેવા દબાણ કર્યું હતુ જયારે વિજયે યુવતિને મુંઢ મારમારી તેની પાસે રહેલી રોકડ રકમ તથા બુટ્ટી કાઢી લઇ તેણીની ઇચ્છા વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાત્રાએ નહી લઇ જઇ નાસી છુટéા હતા. આ અંગે યુવતિએ ખુંટવડા પોલીસમાં પ્રભાસ પાટણના લીલીબેન ઉર્ફે યાસ્મીનબેન તેનો પતિ ફરીદ બલોચ અને વિજય મનુભાઇ મકવાણા વિરૂધ્ધ ફરીયાદ લખાવતા પોલીસે દુષ્કર્મ લુંટ સહિતની કલમો હેઠળ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL