યુવતીઆેને એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશનર બનવાની તક

August 29, 2018 at 11:00 am


ભારતમાં યુ.કે. હાઇ કમિશન 11 આેક્ટોબરે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવા જઇ રહ્યું છે જેના માટે એક સ્પર્ધાની જાહેરાત કરાઈ છે જેમાં તેની વિજેતા યુવતીને એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશનર બનવાની તક અપાશે. .

યુકે હાઇ કમિશનર ડોમિનિક એિસ્ક્વથ દ્વારા આ જાહેરાત કરાઈ હતી, તેમણે જણાવ્યું કે, 18થી 23 વર્ષની યુવતીઆે માટે આ સ્પર્ધા છે. જેમાં તેમણે પોતાનો જેન્ડર ઇક્વાલિટી વિશેનો મત રજૂ કરતો એક વીડિયો ફેસબુક પર @ઇઇંઈIક્ષમશફ , ટિંટર પર @ઞKશક્ષIક્ષમશ તેમજ ઇન્સ્ટાગ્રામ પર પણ @ઞKશક્ષIક્ષમશફ ટેગ કરીને શેર કરવાનો રહેશે. તેના માટે #ઉફુજ્ઞરવિંયGશિ હેશટેગ કરવાનું રહેશે. એક યુવતી એક જગ્યાએ એન્ટ્રી મોકલી શકશે. આ સ્પર્ધા 28 આેગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં કોઇ અન્ય માહિતી આપવાની નથી. બ્રિટિશ હાઇ કમિશન દ્વારા નીમેલી જ્યૂરી વિજેતા પસંદ કરશે. વિજેતા એક દિવસ બ્રિટિશ હાઇ કમિશનર સાથે વિતાવશે તેમજ તેમની કામગીરી અને મુલાકાતોમાં ભાગ લેશે. .

Comments

comments

VOTING POLL