યુવતીને મળ્યું લાખોનું ઇનામ, ઇનામ પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

October 9, 2019 at 10:25 am


આજના યુગમાં નાનેરાઓથી માંડી તમામ લોકોને જેમ જીવવા માટે ઓક્સીજન જરૂરી છે તેમ સ્માર્ટફોન જરૂરી બની ગયો છે. દુનિયામાં મોટાભાગના લોકો સ્માર્ટફોન વગર થોડો સમય પણ રહી નથી શકતા. ત્યારે જો તમને પણ લાગે કે સ્માર્ટફોન તમારું જીવન છે અને તમે તેના વિના જીવી શકતા નથી, તો તમે ગેરમાર્ગે જઈ રહ્યા છો. ત્યારે હાલમાં જ સ્માર્ટફોનને લઈને એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં એક ૨૯ વર્ષની યુવતીએ એક વર્ષ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ ના કર્યો તો તે બદલ તેણીને ૭૨ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. ન્યૂયોર્કની ૨૯ વર્ષીય મહિલાનું નામ એલાના મુગદાનની છે. તેણે એક વર્ષ પડકાર માટેના સ્ક્રોલ ફ્રીમાં ભાગ લીધો. આ સમય દરમિયાન તેણે આખા વર્ષ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો ન હતો. એલાના મુગદાન પાસે આઇફોન ૫ એસ હતો. ઉલેખ્ખનીય છે કે, એલાનાએ આ સમય દરમિયાન આઇફોનને બદલે ફિચર ફોનનો ઉપયોગ કર્યો હતો. એક વર્ષ ચેલેન્જ માટે સ્ક્રોલ ફ્રી જીત્યા પછી, તેને ૧૦૦૦૦૦ ડોલર એટલે કે આશરે ૭૨ લાખની રકમ મળી છે.

Comments

comments