યુવાનને અર્ધનગ્ન કરી માર મારવાના ગુનામાં ત્રણ મહિલા સહિત 10ની ધરપકડ

September 11, 2018 at 3:08 pm


કોઠારીયા રોડ પર આવેલ ભારતીનગરમાં યુવાનને અર્ધનગ્ન કરી માર મારી સરઘસ કાઢી તેનો વિડીયો મોબાઈલમાં ઉતારી સોશ્યલ મીડીયામાં વાયરલ કરવાના ગુનામાં ભકિતનગર પોલીસે ત્રણ મહિલા સહિત 10 શખસોની ધરપકડ કરી છે.

બનાવ અંગેની વિગત મુજબ વિવેકાનંદનગર શેરી નં.1માં સાગરભાઈ કડીયાના ભાડાના મકાનમાં રહેતી હિનાબેન રાજેશભાઈ વસાણી ઉ.વ.37 નામની કડિયા મહિલાએ ભકિતનગર પોલીસમાં ફરિયાદ નાેંધાવી હતી કે તેણીએ ભારતીનગર શેરી નં.4માં કોઠારીયા રોડ પર રહેતો જીજ્ઞેશ કિશોરભાઈ રાઠોડ નામના લુહાર યુવાન સાથે મૈત્રીકરાર કરી સાથે રહેતી હોય ત્યારે પુત્રને પરત મેળવવા પુર્વ પતિ રાજેશ કનૈયાલાલ વસાણી તથા કનૈયાલાલ ધીરૂભાઈ વસાણી, ભાવના રાજુ ચોટલીયા, ધારા જીતુ, સોનલ સંદીપ, સાગર રાજુ ચોટલીયા, સંદીપ, ભરત કનૈયાલાલ, હર્ષ ભરત, પરેશ હરી સહિતના શખસોએ સમાધાન કરવા બોલાવી ત્યાં હીનાબેનને માર મારી તેના મિત્ર જીજ્ઞેશ રાઠોડને પણ માર મારી તેનું પેન્ટ કાઢી નાખી તેને અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર દોડાવી સરઘસ કાઢી તેનો અર્ધનગ્ન વિડીયો મોબાઈલમાં ઉતારી તેને સોશ્યલ મીડીયામાં વાયરલ કરી નાખી એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદના પગલે પીઆઈ વી.કે.ગઢવી, રાઈટર નિલેશભાઈ સહિતના સ્ટાફે મહિલાના પુર્વ પતિ રાજેશ સહિત ત્રણ મહિલા સહિત 10 શખસોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL