યુવાનોના વિચારોથી પ્રભાવિત છે બિગ બી

January 24, 2019 at 2:44 pm


ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અડધી સદી પૂરી કર્યા પછી પણ પોતાની અભિનય સફર ચાલુ રાખનારા અમિતાભ બચ્ચન યુવાન દિગ્દર્શક અને યુવાન અદાકાર સાથે ફિલ્મ કરવાની તૈયારી બતાવે એટલું જ નહી યુવાન પ્રતિભાની ભારોભાર પ્રશંસા કરે ત્યારે એમને સલામ કરવાની ઈચ્છા થઈ જાય. ઈન્ડસ્ટ્રીમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો છે કે જેઆે પોતાના કરતાં નાના હોય કે મોટા પણ જો તેમનો આઈડિયા કે વિચારો સારા હોય તો તેનો ખુલીને સ્વીકાર કરે અને જાહેરમાં આ વાતની કબૂલાત કરે અને આ ગણતરીના લોકોમાં જ આવી જાય છે આપણા બોલીવૂડના શહેનશાહ. હાલ તો અમિતાભ બચ્ચન તેમની આગામી િãલ્મ બ્રûાસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ ફિલ્મમાં તેઆે યુવાન દિગ્દર્શક અયાન મુખરજી સાથે કામ કરી રહ્યા છે. પોતાનો આટલા વર્ષોના અનુભવ અને સિનિયોરિટીને બાજુ પર મૂકીને બિગ બીએ અયાન મુખરજી અને ફિલ્મના અન્ય કલાકાર રણબીર કપૂર સાથે ફિલ્મની કથાવસ્તુની ચર્ચા કરી હતી.
આ બંને યુવાનના ટેલેન્ટથી બચ્ચન એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે તેમના બ્લોગ પર આ બંનેની ખૂબ જ પ્રશંસા કરી. તેમણે લખ્યું છે કે આ બંને યુવાનો પાસે ઘણા સારા વિચારો છે. આ તેમની ટેલેન્ટ એક કુદરતી ગિફટ છે. મને ખરેખર તો એમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. મને એમની કંપનીમાં બહુ મજા પડી. એમની પાસે ફિલ્મોનું જ્ઞાન તો છે જ પણ તેની સાથે સાથે તેઆે એકદમ અંºત દૃિષ્ટકોણ ધરાવે છે બ્લોગ પર આગળ લખતાં બિગબીએ એવું પણ જણાવ્યું હતું કે હું એમની પાસેથી ઘણું શીખ્યો છું અને આવુુંં કહેવામાં મને કોઈ છોછ નથી. એમના આધુનિક વિચારો – દૃિષ્ટકોણ માત્ર એક કલાકાર તરીકે જ નહી પણ સામાન્ય માનવી તરીકે પણ જીવનમાં ઉતારવા જેવા છે.
જીવનમાં ઘણા ચડાવ-ઉતાર જોઈ ચૂકેલા અમિતાભ બચ્ચન નવયુવાનો પાસેથી શીખવાની અને એમની સાથે કામ કરવાની ઈચ્છા અને ધગશ ધરાવે છે એ જ એમની શખસિયતની ઉજળી બાજુ દશાર્વે છે. સતત વ્યસ્ત રહેતા અમિતાભ બચ્ચન તાજેતરમાં ઠગ્સ આૅફ હિન્દોસ્તાનમાં નવા ગેટ-અપમાં દેખાયા હતા. તેમણે સૈરાટના દિગ્દર્શક નાગરાજ મંજુળેની ઝુંડ હમણા જ પૂરી કરી છે. આ ફિલ્મ નાગપુરમાં
સ્લમ સોકરનો પાયો નાખનારા વિજય બસે£ના જીવન-કવન પર આધારીત હોવાનું કહેવાય છે. બચ્ચનજી ઝુંડ અને બ્રûાસ્ત્ર ઉપરાંત સુજોય ઘોષની બદલામાં જોવા મળશે. 76 વર્ષે પણ સતત ફિલ્મો આપતા રહીને મનોરંજન કરાવતા અમિતાભ બચ્ચન ખુદ એમના લાખો ચાહકોના પ્રેરણામૂતિર્ છે. જોકે બી-ટાઉનમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કદાચ બિગ બી મણિરત્નમ્ની ફિલ્મમાં પણ કામ કરતાં જોવા મળશે. 2008માં આવેલી બંટી આૈર બબલી બાદ ઐશ્વર્યા રાય-બચ્ચન અને બિગ બી સ્ક્રીન શેયર કરતાં જોવા મળશે.

Comments

comments