યુવાન પુત્રીના ચહેરા પર એસિડ છાંટવાની વ્યાજખોરોએ ધમકી આપી

May 25, 2019 at 4:54 pm


લમીવાડીમાં રહેતા અલ્કાબેન પરમારે લોક દરબારમાં આવી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સમક્ષ દોડી આવી ફરિયાદ કરી હતી કે, તેના પતિએ અગાઉ કટકે કટકે ૧૨ જેટલા વ્યાજખોરો પાસેથી અલગ અલગ રકમ રૂા.૨૦ થી ૨૫ લાખ ઉંચા વ્યાજે લીધા હતા. જેમાં અનેક લોકોને રકમ ચુકવી દીધી હોવા છતાં વ્યાજખોરોએ વધુ રકમ માગી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા કેટલાક વ્યાજખોરોએ કોરા ચેકમાં મોટી રકમ લખી ચેક રીર્ટનની અલગ અલગ ફરિયાદ કરી સમાધાન માટે લાખો રૂપિયાની માંગણી કરી હતી અને એક વ્યાજખોરે તો પૈસા નહીં આપો તો તમારી યુવાન પુત્રીના ચહેરા પર એસીડ ફેંકી ચહેરો બગાડી નાખવાની ધમકી આપતા પરિવાર ગભરાયેલી હાલતમાં લોક દરબારમાં પહોંચ્યા હતા અને પોતાના પરિવારને વ્યાજખોરોના ચુંગાલમાંથી બહાર કાઢવા અને વ્યાજખોરોના ત્રાસમાંથી છોડાવવા તથા પરિવારને પોલીસ રક્ષણ આપવા ફરિયાદ કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાકીદે ભકિતનગર પોલીસ મથકના પીઆઈને હત્પકમ કરી મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાં લઈ વ્યાજખોરોને કાયદાનું ભાન કરાવવા આદેશ કર્યેા હતો.

Comments

comments

VOTING POLL