યુવા ક્રિકેટર પૃથ્વી શો ઈજાગ્રસ્ત થતાં ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો

November 30, 2018 at 11:01 am


આેસ્ટ્રેલિયા વિરુદ્ધ6 ડિસેમ્બરથી શરુ થઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની સીરિઝ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સિડની ગ્રાઉન્ડ પર qક્રકેટ આેસ્ટ્રેલિયા 11 વિરુદ્ધ પેિક્ટસ મેચ દરમિયાન ત્રીજા દિવસે સલામી બેટ્સમેન પૃથ્વી શો ઇજાગ્રસ્ત થયો છે. જો કે, 19 વર્ષના પૃથ્વી જેને વિસ્ફોટક બેટિંગ કરતા 66 રનની ઇનિંગ રમી હતી, ફિિલ્ડંગ કરતી વખતે ડીપ મેડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડવાની કોશિશમાં તે ઇજાગ્રસ્ત બન્યાે હતો. તેની જમણી એડીમાં ગંભીર ઇજા પહાેંચી છે.

આેસ્ટ્રેલિયા બેટ્સમેન મેક્સ બ્રાયન્ટે પેિક્ટસ મેચમાં ઉંચો શોટ ફટકાર્યો હતો, જેને પકડવા માટે પૃથ્વીએ પુરું જોર લગાવ્યું અને પોતાની જાતને બાઉન્ડ્રી લાઇનને અંદર રાખવાની કોશિશ કરી હતી. તે દરમિયાન પૃથ્વી પડી ગયો હતો.

ટીમ ફીજિયો પેટિ²ક ફરહાર્ટ અને એક અન્યના સહારે તેને ઉંચકીને ચેન્જિંગ રુમમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ દુઃખાવાથી કણસી રહેલો પૃથ્વીના પગનું સ્કેન કરાવવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ ટિંટ કરીને જણાવ્યું કે, હાલ મેડિકલ ટીમ પૃથ્વી શોની સારસંભાળ રાખી રહી છે.

Comments

comments

VOTING POLL