યે પિબ્લક હૈ, સબ જાનતી હૈઃ બધું જ લીક થઈ રહ્યું છે તો વિશ્વાસ હવે કોના ઉપર મુકવોં

April 2, 2018 at 5:13 pm


મણાં બધી વસ્તુઆે અને માહિતીઆે લીક થવાની એક જાણે મોસમ ખીલી હોય તેવું દેખાઈ રહ્યું છે. ફેસબુક ડેટા લીક થઈ રહ્યા છે. ક્યાંકથી ઈલેક્શનની ડેટ લીક થઈ રહી છે તો ક્યાંક સીબીએસઈના પેપર લીક થઈ રહ્યા છે. જો બધું જ લીક થવામાં છે તો પબ્લીકની સુરક્ષા કોણ કરશે તેવો પ્રñ અત્યારે ઘરે-ઘરે અને ચોકે ચોકે સાંભળવા મળી રહ્યાે છે અને પબ્લીકમાં એક પ્રકારની ચિંતાનો માહોલ દેખાય છે અને સરકાર પ્રત્યે ભારે રોષની લાગણી પણ જોવા મળી રહી છે. 10મી અને 12મીના પ્રñપત્ર લીક થવાથી સીબીએસઈની પ્રતિષ્ઠાને જોરદાર ધક્કાે લાગી ગયો છે. 12મીની અર્થશાસ્ત્રની પરીક્ષા 26 માર્ચના થઈ હતી. જ્યારે 10મા ધોરણની ગણિતની પરીક્ષા 28મી માર્ચના રોજ થઈ હતી. જો કે પરિક્ષા પહેલાં હાથથી લખેલા સવાલ વોટસએપ પર શેયર થઈ રહ્યા હતા. પેપરમાં પણ એ જ સવાલ આવ્યા હતા પરંતુ સીબીએસઈ એવો દાવો કરતું રહ્યું કે પેપર લીક થયું નથી. આ પહેલાં 15મી માર્ચે 12મીના એકાઉન્ટસનું પેપર લીક થવાની ખબર હતી અને સીબીએસઈએ તેનો પણ ઈનકાર કરી દીધો હતો પરંતુ ગયા બુધવારે સીબીએસઈએ અંતે પેપરલીકની વાત સ્વીકારવી પડી અને 12મીના અર્થશાસ્ત્ર અને 10મીના ગણિતની પરીક્ષા ફરીવાર કરાવવાનો નિર્ણય લેવો પડયો. દેશભરના વિદ્યાર્થીઆે અને શિક્ષકોમાં આ વાતને લઈને ભારે ગુસ્સો છે.
હવે પ્રñ એવો થઈ રહ્યાે છે કે આમાં ગરબડ ક્યાં થઈ છે તેની સાચી અને ઉંડી તપાસ થશે ં શું દોષિતો વિરુÙ કડક કાર્યવાહી થશે ં એવા સમયે કે જ્યારે રાજ્યોના બોર્ડ ગેરરીતિઆેને કારણે કઠેડામાં આવીને ઉભા રહી ગયા છે ત્યારે સીબીએસઈએ પોતાની પારદશિર્તા અને પ્રાેફેશ્નલ એટીટયુડથી પોતાની પ્રતિષ્ઠા કાયમ કરી હતી. પાછલા કેટલાક વર્ષોમાં તે સારું શિક્ષણ અને શ્રેષ્ઠ કેરિયરનું પર્યાય પણ બની ગયું હતું પરંતુ પેપર લીકને લીધે તેની વિશ્વસનીયતાને જોરદાર ધક્કાે લાગી ગયો છે.
વિદ્યાર્થીઆેની વર્ષભરની મહેનત પાણીમાં ચાલી ગઈ છે ત્યારે એમનામાં ભયંકર રોષ દેખાઈ રહ્યાે છે અને એમના સવાલો એવા છે કે તમામ ગોપનીયતા રાખવા છતાં પણ આટલી મોટી પરીક્ષાના પેપર આઉટ કેવી રીતે થઈ જાય છે ં આમાં શંકાની સોય પરીક્ષા આયોજિત કરનારા લોકો પર અથવા તેમની આસપાસ ફરે છે. વિદ્યાર્થીઆેની દલીલ એવી છે કે આયોજકોની મીલીભગત વગર આ પ્રકારે મોટાપાયે પેપર લીક થઈ શકે જ નહી અને તે અસંભવ છે. સીલબંધ પેપર પરીક્ષાના દિવસે જ કેન્દ્રના અધિક્ષક કેમેરાની સામે ખોલે છે તો પછી આ પેપર પરીક્ષા સમયે બહાર કેવી રીતે પહાેંચી ગયા ં આ વસ્તુ જ ઉંડી તપાસનો વિષય છે. જે લોકો પર વિશ્વસનીયતા રાખવાની જવાબદારી છે એ લોકો જ ક્યાંક ને ક્યાંક રૂપિયાના ઢગલાથી દબાઈ ગયા હોય તેવું પણ બની શકે છે.
એ જ રીતે ઈલેક્શનની તારીખો ચૂંટણીપંચે કણાર્ટક માટે જાહેર કરી પરંતુ તેના પહેલાં જ ભાજપના અમિત માલવિયએ તારીખ જાહેર કરી દીધી હતી અને તેમાં એક તારીખ સાચી પડી હતી. પ્રñ એ છે કે ભાજપના સેલ પાસે ચૂંટણીપંચ જે તારીખો જાહેર કરવાનું હતું તે તારીખો કેવી રીતે પહાેંચી ગઈ ં આમાં લીકેજ ક્યાં છે અને કોણ જવાબદાર છે ં ચૂંટણીપંચની અત્યંત ગુપ્ત ફાઈલોમાંથી ભાજપના સેલને તારીખો કેવી રીતે મળી ગઈ તેવો પ્રñ અત્યારે બધાની જીભ પર રમી રહ્યાે છે. ચૂંટણીપંચની આવી હાલત આ પહેલાં ક્યારેય થઈ નથી અને દેશના ઈતિહાસમાં આ રેયરેસ્ટ આેફ ધ રેયર ઘટના બની છે પરંતુ જેટલી ગંભીરતાથી તેની નાેંધ લેવી જોઈએ એટલી નાેંધ લેવાઈ નથી અને ક્યાંકને ક્યાંક સરકારને પણ આ પ્રકરણમાં ઉંડા ઉતરવામાં બીક લાગતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ફેસબુકના ડેટા પણ લીક થયા છે અને રાજકીય પક્ષો પર ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે. ભાજપ અને કાેંગ્રેસ બન્ને પાર્ટીઆેની સામે ગંભીર આરોપો થયા છે. ફ્રાન્સના હેકરે તો બન્ને પાર્ટીઆેના નામ પણ આપ્યા છે.
હવે હિન્દુસ્તાનની પબ્લીક કોના પર ભરોસો કરે અને કોણ ઈમાનદાર છે ં તેવો પ્રñ તેના દિમાગની આરપાર થઈ રહ્યાે છે. આ બધી કમનસીબ ઘટનાઆે દેશના ગૌરવ અને તેની પ્રતિષ્ઠાને ભયંકર હાની પહાેંચાડી ગઈ છે અને તેના તળ સુધી પહાેંચવા માટે ઈમાનદારીથી પ્રયાસ કરવા જોઈએ જેથી કરીને બીજી વાર દેશની આબરૂને બટ્ટાે લગાડતી આવી ઘટનાઆે આકાર ન લઈ શકે.
પેપરલીકની બાબતમાં એવું પણ કહેવાય છે કે પેપર સેટ કરવા માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે. આ નિષ્ણાતો એકબીજાથી અજાણ હોય છે. પેપર સેટ થયા બાદ એમને મોડરેટર પાસે મોકલી દેવામાં આવે છે જે સિલેબસ અને કઠનાઈની તપાસ કરે છે ત્યારબાદ બેબરને ટ્રાન્સલેશન માટે મોકલવામાં આવે છે અને ત્યારબાદ તેને પ્રિન્ટીગ માટે મોકલવામાં આવે છે. છપાયેલા પેપર એક જ સ્થળે સ્ટોર કરીને રાખી મુકવામાં આવે છે ત્યારબાદ તેને કલેક્શન સેન્ટર પર મોકલી દેવામાં આવે છે. આ બધી જ પ્રક્રિયાઆેમાં જો ક્યાંક થોડી ઢીલ રહી ગઈ હોય તો જ પેપર લીક થવાની સંભાવના રહે છે. હવે આટલી બધી લાંબી પ્રક્રિયામાં કોણે ક્યાં ઈરાદાપૂર્વક ચૂક કરી છે તેની સાચી તપાસ થાય તો જ સાચા અપરાધીઆે દેશની જનતા સમક્ષ આવે અને તો જ લાખો વિદ્યાર્થીઆેને ન્યાય મળી શકે છે. સરકારે આ બાબતમાં વધુ ગંભીરતાથી રસ લઈને ઉંડા ઉતરવાની જરૂર છે. વિદ્યાર્થીઆે દેશની આવતીકાલને ઉજ્જવળ બનાવી શકે છે અને તેઆે સારું ભવિષ્ય નિમાર્ણ કરી શકે છે માટે એમની મહેનતને માટીમાં રગદોળવાનો કોઈને અધિકાર નથી.

Comments

comments

VOTING POLL